________________
રહી અનેક જ્ઞાની પુરુષોએ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા પવિત્ર સ્થળો જડરૂપ હોવાથી તે દ્રવ્યતીર્થ છે. આવા તીર્થની સેવા, ઉપાસના કરવી તે ‘તીર્થસેવાના’ નામનું બીજું ભૂષણ છે. દ્રવ્યતીર્થની સેવા અર્થાત્ તીર્થસ્થાનોની વારંવાર યાત્રા કરવી અને જંગમ તીર્થ સ્વરૂપ ગીતાર્થ મુનિઓની સેવા અને સત્સંગ ક૨વો. આ મુનિજન સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા, ગુરુ સાધર્મિક શુશ્રૂષા, આલોચના ઈત્યાદિ ૭૨ પ્રકારના સ્થાનને સેવનારા હોય છે. એમના પરિચયમાં રહેવું, અહીં નાગદત્ત શ્રેષ્ઠીની કથા આપેલી છે.
કુસુમપુર નગરમાં નાગચંદ્ર નામના શ્રેષ્ઠીનો નાગદત્ત નામે પુત્ર હતો. એ ધર્મની રૂચિવાળો તેમજ સજ્જનોની સેવા ક૨વામાં હંમેશ ઉત્સુક રહેતો. એક વખત ચૈત્યપરિપાટી કરતા કરતા એક જિનમંદિરમાં જિનેશ્વર ભગવંતની પૂજા ક૨વા માટે પ્રવેશ કરે છે. ત્યાં રત્નસુવર્ણની પ૨માત્માની અદ્ભૂત અંગરચના જોઈ એને પણ સ્વદ્રવ્યથી જિનેશ્વર ભગવંતની સુંદર જિનપૂજા, અંગરચના કરવાની ઇચ્છા થઈ. એના માટે પોતે દ્રવ્યઉપાર્જન ક૨વા સમુદ્રયાત્રા દ્વા૨ા પરદેશ જવાનું નક્કી કર્યું અને આખા નગરમાં કોઈને સાથે આવવું હોય એવો ઢંઢેરો પીટાવ્યો. આ ઉદ્ઘોષણા સાંભળી ઘણા નગ૨જનો તૈયા૨ થયા અને નાગદત્ત શ્રેષ્ઠી પાંચસો વહાણો સાથે સમુદ્રયાત્રાએ નીકળ્યા. એક હજાર યોજન જેટલો સમુદ્ર પસાર કરે છે. મધદરિયે પહોંચતા પવનનું સખત તોફાન જાગ્યું અને બધા વહાણો ઉન્માર્ગમાં ફસાયા. દરિયાઈ મોજાથી ખેંચાતા તે વહાણો દુર્લધ્ય એવા શૈલકુંડલમાં આવી પડ્યા કે જ્યાંથી વહાણોનું બહાર નીકળવું અસાધ્ય બની ગયું. આ જ શૈલકુંડલમાં પહેલા સો વહાણો ફસાઈ ગયા હતા. એ વહાણોના યાત્રિકોની ભોજન સામગ્રી સમાપ્ત થતા ભૂખ-તરસથી એ વહાણના લોકો મૃત્યુ પામ્યા હતા. ફક્ત એક જ પુરુષ પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતો જિવતો હતો. નાગદત્તે એને જોયો. ભૂખ-તરસથી અશક્ત થયેલા તેનાથી બોલી શકાતું નહોતું. હાથની સંજ્ઞાથી તેણે પાણી માગતા નાગદત્તે એને પાણી આપ્યું. અને દેવ, ગુરુ, ધર્મનું શરણા સંભળાવી અંતિમ આરાધના કરાવી. શુભધ્યાનમાં મૃત્યુ પામતા તે જીવ દેવલોકમાં ગયો. સો વહાણોનું
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૯૧