________________
રાજપુત્રને સાથે લઈ ગુરુજી રાજાની પૌષધશાળામાં આવ્યા. હવે રાજાને મારવાનો અવસર મળશે એમ વિચારી એ રાજપુત્રર્ષિએ છૂપાવીને પોતાની સાથે છૂરી લીધી. રાજા ભાવપૂર્વક ગુરુને વંદન કરી, પૌષધ ગ્રહણ કરી પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ચાર શરણાનો સ્વીકાર, પરમેષ્ઠિ મહામંત્રનું સ્મરણ કરી સંવેગના તરંગોમાં ઝીલતા સૂઈ ગયા. ગુરુજી પણ પોતાનો સ્વાધ્યાય આદિ પૂર્ણ કરી રાજાની પાસેજ સૂઈ ગયા. આ અવસરે મધ્યરાત્રિએ એ દુષ્ટાત્મા ઉઠ્યો અને મારા પિતાની હત્યાનો બદલો લેવાનો આ જ અવસ૨ છે એમ જાણીને તેણે પોતાની પાસેની છૂરીથી રાજાની ગર્દન કાપી નાંખી અને પોતે સ્પંડિલ જવાનું બહાનું બતાવી રાજમહેલથી બહાર નિકળી ગયો.
રાજાના કંઠથી નિકળેલી રૂધિરની ધારા ગુરુજીના સંથારાને સ્પર્શી. ગુરુજી જાગૃત થઈ ગયા અને મૃત્યુ પામેલા રાજાને જોઈ અને પોતાના શિષ્યને ન જોતા વિચારવા લાગ્યા, ‘અહો! તે દુરાત્માએ જિનશાસનને મલિન ક૨ના૨ અને અપકીર્તિ ક૨ના૨ એવું દુષ્ટ કાર્ય કર્યું છે. એટલે મને મારો પ્રાણત્યાગ કરીને પણ જિનશાસનની અવહેલના થતી રોકવી જોઈએ.' એમ વિચારી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરી તે જ છૂરીથી પોતે પણ પ્રાણત્યાગ કર્યો. પ્રભાતે રાજા અને ગુરુજી બંને મૃત્યુ પામેલા જોઈ રાજસેવકોએ એ દુષ્ટાત્માની ઘણી શોધ કરી. પરંતુ તે મળ્યો નહીં. ઉદાયી રાજા સમાધિપૂર્વક સંવેદના પરિણામપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં ગયા. આ પ્રમાણે ઉદાયીરાજાની જેમ ધર્મક્રિયામાં કુશળતા ધા૨ણ ક૨વી.
b) તીર્થસેવના - સંસાર સાગર જેનાથી તરાય તે તીર્થ કહેવાય છે. તેના દ્રવ્યતીર્થ અને ભાવ તીર્થ અથવા સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ એમ બે ભેદ છે. સ્થિર રહે તે સ્થાવર અને હલનચલન કરે તે જંગમ, શત્રુંજય, ગિ૨ના૨, સમ્મેતશિખર, અષ્ટાપદ આદિ સ્થાવર તીર્થો છે, જ્યારે આત્મજ્ઞાની ગુરુ જે એક સ્થળેથી બીજા સ્થળે વિહા૨ ક૨ી (અધિકારી) જીવોને આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે એટલે તેને ભાવતીર્થ કહેવામાં આવે છે તે જંગમ તીર્થ છે. ભાવતીર્થ એટલે સંવેગ-નિર્વેદ પરિણામવાળો શ્રી ચતુર્વિધ સંઘ - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા જે સ્થળે
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો
૯૦