________________
રાજ્ય ક૨વા લાગ્યો. આ ઉદાયી રાજા દાનવીર, ધર્મવીર અને યુદ્ધવીર બન્યા. સદ્ગુરુ પાસે બાર વ્રતો ધારણ કર્યા. દેવ-ગુરુ-ધર્મની ઉપાસના, ચાર પર્વતીથીના પૌષધ ચોથભક્તપૂર્વક તપનું આરાધન, છ આવશ્યકનું આચરણ ઈત્યાદિ ધર્મકાર્યોમાં લીન થયા. દેઢ સમ્યક્તવાળા તેણે પૌષધ ક૨વા માટે અંતઃપુરમાંજ પૌષધશાળા બનાવી.
ઉદાયીરાજા સાથેના સંગ્રામમાં મૃત્યુ પામેલા કોઈ એક રાજાનો પુત્ર પોતાના પિતાના મૃત્યુનું વેર વાળવા અર્થાત્ ઉદાયી રાજાને હણવાની ઈચ્છાથી ઉજ્જૈની નગરીના રાજા પાસે આવ્યો, તેની ઘણી સેવા કરી એને પ્રસન્ન કર્યો. પછી એ રાજા પાસે ઉદાયી રાજાને મારવા માટે સહાય માગી. રાજાએ એનું વચન સ્વીકારીને થોડું લશ્ક૨ એને સાથે આપ્યું. આ રાજપુત્ર ઉદાયી રાજાને મા૨વાની ઈચ્છાથી પાટલીપુત્ર આવ્યો. ત્યાં આવીને એના ઘણા પ્રયત્નો છતાં એને રાજાને હણવાનો કોઈ ઉપાય મળ્યો નહીં. એને ખબર પડી કે ઉદાયી રાજા જૈન શ્વેતામ્બર મુનિઓનો પરમ ભક્ત છે. જો હું કપટપણે યતિપણું સ્વીકારું તો રાજાનો વિશ્વાસ જીતી અવસરે રાજાને મારવાની તક મળે. એમ વિચારી જૈનાચાર્ય પાસે જઈ દીક્ષા આપવાની માગણી કરી. ગુરુજી એના ભાવથી અજાણ હોવાથી તેને દીક્ષા આપી. ઉપધિમાં ગુપ્તપણે છરી રાખી તેણે દીક્ષા ગ્રહણ કરી. ગુરુજીનો વિશ્વાસ અને પ્રેમ પ્રાપ્ત ક૨વા માટે કઠીન તપ આચરી ઉગ્ર ચારિત્ર પાલન કરવા લાગ્યો. આ રીતે ૧૬ વર્ષ સુધી ચારિત્રનું પાલન કર્યું પરંતુ ઉદાયી રાજાને મા૨વાની બુદ્ધિમાં જરાય ફરક પડ્યો નહીં. ગુરુજી વિહાર કરતા પાટલીપુત્ર પધાર્યા. ભક્તિથી ભાવિત થયેલા એવા ધર્મની ભાવનાવાળા ઉદાયી રાજા પ્રતિદિન ગુરુ પાસે ધર્મશ્રવણ માટે જાય છે. એક વખત પર્વનો દિવસ આવ્યો ત્યારે રાજા પ્રભાતકાળે ષડૂઆવશ્યક ક્રિયા કરીને, જિનેશ્વર પરમાત્માની અષ્ટપ્રકારે પૂજા કરી ગુરુ પાસે વંદન કરવા ગયો. ગુરુને દ્વાદશાવર્ત વંદન કરી, ઉપવાસનું પચ્ચકખાણ લઈ સાયંકાળે પૌષધ ક૨વા માટે ગુરુને પોતાની પૌષધશાળામાં આવવાની વિનંતિ કરી. ગુરુજીએ પણ રાજાને પૌષધ અને ધર્મક્રિયા કરાવવાના શુભ આશયથી તે આમંત્રણ સ્વીકાર્યું. મુનિ બનેલા
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૮૯