________________
સૂઈ ગયા. આ જોઈ યક્ષના ઉપાસકોએ યક્ષના પરમ ભક્ત એવા રાજા પાસે જઈ નિવેદન કર્યું. ક્રોધે ભરાયેલ રાજા મંદિરમાં આવી આચાર્યને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. એ માટે રાજા આચાર્ય ઉપરનું વસ્ત્ર જે જે બાજુથી ખેંચે છે તે તે ભાગે પુરુષની ગુદા જ દેખાય છે તેથી વધારે ગુસ્સે થયેલો રાજા લાકડી વડે તેમને પ્રહાર કરે છે. મંત્ર અને વિદ્યાના બળે તે પ્રહારો આચાર્યને ન લાગતા રાજાના અંતઃપુરમાં રહેલ રાણીઓને લાગવા લાગ્યા. આ ખબર રાજાને મળતા જ રાજાને થયું કે અવશ્ય આ કોઈ વિદ્યાસિદ્ધ પુરુષ છે. અન્યથા આવું બને નહિ. આમ વિચારી રાજાએ આચાર્યની અત્યંત ભક્તિપૂર્વક ક્ષમા માગી. ત્યારે આચાર્ય ખપૂટાચાર્ય ત્યાંથી ઊઠીને ચાલવા લાગ્યા. સાથે યક્ષને પણ ચાલવાનું કહ્યું તથા પોતાના વિદ્યાના બળે મંદિરની બહાર પડેલ શીલા જેવા મોટા બે પથ્થરો પણ યક્ષની પાછળ જવા લાગ્યા. આ વિસ્મયકારી દશ્ય જોઈ રાજાએ ફરી પાછી આચાર્યને વિનંતી કરી કે આ પથ્થરના ભારથી નગરના લોકો દબાઈને મરી જશે માટે કૃપા કરી ક્રોધ તજીને તે પથ્થરને ત્યાંજ રહેવા દો અને યક્ષને પણ સ્વસ્થાને સ્થાપન કરો. આચાર્યએ પણ એ પ્રમાણે કર્યું. તેમણે એ બધું કોપથી નહીં પણ શાસન પ્રભાવના માટે કર્યું. પછી આચાર્યએ ધર્મોપદેશ આપી રાજાને, યક્ષને અને નગરજનોને જૈનધર્મથી વાસિત કર્યા. 9) સિદ્ધ પ્રભાવક - ચૂર્ણ અને વિવિધ અંજનવાળા યોગો અને ચમત્કારિક પ્રયોગો જેમણે સિદ્ધ કર્યા છે જેમ કે અંજન ચૂર્ણથી અદશ્ય બની શકે છે અને પગે લેપ લગાવા દ્વારા આકાશગામી બની શકે છે. આવા સિદ્ધ કરાયેલા પ્રયોગો વ્યવહાર માર્ગમાં ન કરતા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એમ સાતની સેવા, ભક્તિ કે કોઈ વિપત્તિ આદિ પ્રસંગે સહાયક બને તે મહાત્માઓ સિદ્ધ પ્રભાવક છે. અહીં પાદલિપ્તાચાર્યનું દૃષ્ટાંત આપેલું છે. h) કવિ પ્રભાવક - જૈન દર્શનમાં પદાર્થનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપે જે રીતે કહ્યું છે તે જ રીતે યથાર્થપણે ગદ્ય-પદ્ય રૂપે રચે, અર્થ ગૌરવ અને શબ્દ લાલિત્યથી મનોહર હોય, રાજા-પ્રજા આદિ જેનાથી પ્રતિબોધ પામે તેવી મધુર અર્થવાળી કૃતિઓ
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )