________________
કદાગ્રહ કે મમત્વ ભાવ વિના જે રચે અને જૈન શાસનનો પ્રભાવ વધારે તે કવિ પ્રભાવક કહેવાય છે. અહીં સિદ્ધસેન દિવાકરસૂરિજીનું ઉદાહરણ મળે છે.
શ્રી પાદલિપ્તસૂરિજીની શિષ્ય પરંપરામાં સ્કંદિલાચાર્યના મુકુંદ મુનિ નામે શિષ્ય હતા. તેમણે એકવીસ દિવસ ઉપવાસ કરીને સરસ્વતી દેવીને પ્રસન્ન કરી. દેવીએ સર્વ વિદ્યામાં પારગામી થવાનું વરદાન આપ્યું. તે મુનિ જૈનશાસનની પ્રભાવના કરતા વાદીઓને વાદમાં જિતતા સર્વ વાદીઓમાં વાદીરાજ થયા અને તેઓ “વૃદ્ધવાદી' તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
અવંતિ નગરીમાં વિક્રમ રાજાના રાજ્યમાં દેવસિયા નામે બ્રાહ્મણનો સિદ્ધસેન નામે પુત્ર હતો. તે અતુલ વિદ્યાબળ વડે આખાય જગતને તુણ સમાન માનતો હતો. વાદ-વિવાદમાં નિપુણ એવા સિદ્ધસેને પ્રતિજ્ઞા કરી કે વાદમાં એને જે જિતે તેનો એ શિષ્ય થાય. વૃદ્ધવાદીનું નામ સાંભળી તેઓની સાથે વાદ કરવાની ઈચ્છાથી સિદ્ધસેન બ્રાહ્મણ એ જ્યાં વિચરી રહ્યા હતા તે તરફ ગયા અને રસ્તામાં વૃદ્ધવાદીને વાદ માટે લલકાર્યા. વૃદ્ધવાદીએ કહ્યું રાજ્ય-સભા વિના ન્યાય (જય-પરાજય) કોણ આપશે? તો સિદ્ધસેને ત્યાં હાજર રહેલા ઘેટા બકરા ચરાવનાર ગોવાળિયાઓજ વાદમાં સાક્ષી થશે' એમ કહ્યું. વૃદ્ધવાદી સંમત થયા અને સિદ્ધસેનને પૂર્વપક્ષ રજૂ કરવાનું કહ્યું. સિદ્ધસેને સંસ્કૃત ભાષામાં અલંકાર ભરેલા કાવ્યો ગાયા પરંતુ ગોવાળિયા તે ભાષા સમજવા જેટલું ઊંચું જ્ઞાન ધરાવતા ન હતા તેથી તેમણે સિદ્ધસેનને કહ્યું, “અમને કાંઈ સમજાયું નથી.' એના પછી સમયજ્ઞ એવા વૃદ્ધવાદી કેડ ઉપર કપડું બાંધીને ગોવાળિયાનીજ ભાષામાં રાસડો ગાતા નાચવા લાગ્યા, કોઈ પ્રાણીને મારવો નહિ, કોઈનું ધન ચોરવું નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ... ઈત્યાદિ,' આ સાંભળી ગોવાળિયાઓએ ખુશ થઈ વૃદ્ધવાદી તરફ ન્યાય આપ્યો. સિદ્ધસેનને પોતાની ભૂલ સમજાઈ અને વૃદ્ધવાદીસૂરિને દીક્ષા આપી પોતાને શિષ્ય બનાવવાની વિનંતિ કરી. વૃદ્ધવાદીસૂરિએ એમને દીક્ષા આપી અને કુમુદચંદ્ર નામ આપ્યું. થોડા જ સમયમાં તેઓ જેનાગમોનો અભ્યાસ કરી મહાવિદ્વાન થયા ત્યારે ગુરુએ એમને સૂરિપદ આપી એમનું નામ સિદ્ધસેનદિવાકરસૂરિ રાખ્યું. વિહાર
( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૮૫