________________
છે. વજસ્વામી જેમ પ્રાવચનિક પ્રભાવક અને ધર્મકથી પ્રભાવક હતા તે જ પ્રમાણે વિદ્યાપ્રભાવક પણ હતા. એમણે પોતાના વિદ્યાપ્રભાવથી મહાપુરી નગરીના બૌદ્ધ રાજાને જૈનધર્મ પમાડ્યો. તેવી જ રીતે શ્રી ખપુટાચાર્યનું પણ વિદ્યાપ્રભાવક તરીકે દૃષ્ટાંત આપેલું છે.
શ્રી વર્ધમાનસ્વામીના શાસનમાં ૫૨મ વિદ્વાન એવા શ્રી ખપુટાચાર્ય નામે આચાર્ય હતા અને પોતાના ભાણેજ ‘ભુવનમુનિ' નામે શિષ્ય હતા જે વાદમાં શિરોમણિ અને ન્યાય-તર્કમાં નિપુણ હતા. વિહાર કરતા એક વખત તેઓ શ્રી ભૃગુકચ્છ દેશમાં પધાર્યા. અહીંનો રાજા બલમિત્ર હતો જે બૌદ્ધધર્મી હોવાથી ત્યાં બૌદ્ધ સાધુઓનું વર્ચસ્વ રહેતું હતું અને જૈનોની વારંવાર અવહેલના થતી હતી. એટલે શ્રી ખપુટાચાર્ય ત્યાં પધાર્યા ત્યારે બૌદ્ધ સાધુઓ દ્વા૨ા જૈનોનો વારંવાર થતો પરાભવ શ્રાવકોએ આચાર્યને કહ્યો. આચાર્યએ એમની ક્ષમતા હોવા છતાં વાદવિવાદ માટે નામરજી બતાવી. ત્યારે એમના શિષ્ય ભુવન મુનિએ આચાર્યની આજ્ઞા લઈ રાજ્યસભામાં બૌદ્ધો સામે વાદ કરી બધા જ બૌદ્ધ સાધુઓને પોતાની તીક્ષ્ણ તર્કશક્તિથી હરાવ્યા. આ સમાચાર તેઓના વડીલ બૌદ્ધાચાર્ય વૃદ્ધક૨ને મળતા તેઓ ગુડપુરનગરથી આવ્યા અને સૌગતમત અનુસાર ‘સર્વ ક્ષળિમ્ પક્ષ સ્થાપવા ઘણા પૂર્વપક્ષોની રજૂઆત કરી. એના ઉત્તરમાં ભુવનમુનિએ ‘જે ક્ષણિક’ હોય છે તે ક્રમે કે અક્રમે અર્થક્રિયા કરી શકતું નથી. આ વાતની તર્કયુક્ત દલીલો દ્વારા ખંડન કર્યું. ભુવનમુનિનું પરાભવ આવેલા વૃદ્ધક૨ બૌદ્ધાચાર્ય, પોતે જ પરાભવ પામતા ઘણો જ ખેદ પામ્યા અને જૈન સાધુઓ પ્રત્યે દ્વેષ ધારણ કરી અનસન કરી મૃત્યુ પામ્યા અને એ જ ગુડપુરનગરમાં યક્ષ થયા અને જૈન સાધુઓ પ્રત્યેના દ્વેષના કરાણે જિનેશ્વર પરમાત્માના ભક્તોને ઉપદ્રવ કરવા લાગ્યો. તેના ઉપદ્રવથી પીડિત જૈન સંઘે શ્રી ખપુટાચાર્યને આ ઉપદ્રવનું નિવારણ ક૨વા વિનંતિ કરી. એટલે આચાર્ય જૈન સંઘ અને જિનશાસનની રક્ષા માટે યક્ષના મંદિ૨માં પ્રવેશ્યા અને તેના મૂર્તિના કાન ઉપર જીર્ણ થયેલા એવા સડેલા પગના જોડા (બંને) કુંડલની જેમ ભરાવ્યા અને તેની છાતી ઉપર ચારે બાજુથી સંપૂર્ણ વસ્ત્ર ઓઢીને
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૮૩