________________
કરતા તેઓ ઉજ્જૈની નગરીમાં પધાર્યા. પોતાના જ્ઞાનથી ત્યાંના વિક્રમ રાજા પર પ્રભાવ પાડ્યો. રાજાએ ક્રોડ સોનામહોરો જિનમંદિરમાં, જિણોદ્ધારમાં વાપરી. ત્યાંથી ચિત્રકૂટ નગરીમાં વિદ્યાઓથી ભરપૂર એવા પુસ્તકોમાંથી બે વિદ્યા એમને પ્રાપ્ત થઈ. ત્યાંથી કુમારપુર નગરે આવી ત્યાંના શ્રીદેવ રાજાને પ્રતિબોધી જિનશાસનનો અનુરાગી બનાવ્યો. એકવાર સિદ્ધસેને દિવાકરસૂરિએ શ્રીદેવ રાજાને એના સીમાડાના શત્રુ રાજાઓના આક્રમણ સામે જિતાડ્યો. એટલે રાજા સૂરિનો પરમ ભક્ત થયો. રાજકીય માન-સન્માન મળવાથી સિદ્ધસેનસૂરિ અને તેમનો પરિવાર, ચારિત્રમાં શિથિલ થયા. તેમના શિથિલાચારથી શ્રાવક ઉપાશ્રયમાં આવતા બંધ થયા. આ પ્રમાણે સિદ્ધસેનસૂરિના શિથિલાચારની વાતો સાંભળી તેમને પ્રતિબોધવા તેમના ગુરુ વૃદ્ધવાદીસૂરિ એકલા કુમારપુર નગરે આવ્યા. ઋદ્ધિગારવમાં આસક્ત થયેલા સિદ્ધસેનજી ગુરુને ઓળખ્યા નહીં. પરંતુ ગુરુએ એક શ્લોક અને એનો અર્થ સંભળાવીને તેમને પ્રતિબોધ્યા. સિદ્ધસેનજીને પણ ગુરુની શિક્ષાથી પોતાની ભૂલ સમજાઈ. ક્ષમા માગી પોતાના દુશ્ચારિત્રની આલોચના કરી અને વૃદ્ધવાદીસૂરિ સાથે વિહાર કર્યો. તેઓએ અન્ય અન્ય સૂરિવરો પાસેથી ઘણું શ્રુતજ્ઞાન મેળવ્યું અને શ્રતધર થયા.
એક વખત સિદ્ધસેનસૂરિએ સંઘને કહ્યું કે “જો સંઘની આજ્ઞા હોય તો સર્વ સિદ્ધાન્ત ગ્રંથ જે પ્રાકૃતમાં છે તે સંસ્કૃત ભાષામાં રૂપાંતર કરું.’ સંઘે કહ્યું, “આવું બોલવું એ પણ પાપ છે, કારણ સર્વ અક્ષરોના સંયોજનને જાણનારા એવા ગણધરભગવંતો શું આ સિદ્ધાન્ત સંસ્કૃત ભાષામાં રચી શકતા ન હતા. પરંતુ ચારિત્રની ઈચ્છાવાળા એવા બાલ-વૃદ્ધ અને સ્ત્રી તથા અજ્ઞાની જીવોના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞ પુરુષોએ આ સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં રચ્યા છે. પરંતુ આ પ્રમાણે બોલતા તમે પારાંચિત નામના પ્રાયશ્ચિતને યોગ્ય છો.' સિદ્ધસેનજીએ પોતાની ભૂલ કબૂલી લીધી. પરંતુ સંઘયણ અને બુદ્ધિબલના અભાવે પારાંચિત પ્રાયશ્ચિત વિચ્છેદ પામેલું હોવાથી તેને અનુસરનારું બાર વર્ષ સુધી ગુપ્તવેશમાં રહેવાવાળું પ્રાયશ્ચિત એમણે લીધું. ગચ્છનો ત્યાગ કરી, વિવિધ તપ, જપ, ધ્યાનાદિ આચરતા આઠ
८६
સમ્યગુદર્શનના ૬૭ (ભેદો) બોલો )