________________
આપવા લાગ્યો. તેથી અન્ય લોકો, દેવો પણ આ બૌદ્ધ સાધુઓની સેવામાં હાજર છે એમ વિચારી ચારે તરફ બૌદ્ધ ધર્મની પ્રશંસા થવા લાગી અને વિષયભોગના રસિક લોકો જૈનધર્મની નિંદા કરવા લાગ્યા.
એક વખત વિદ્યાસિદ્ધ, મહાતેજવી એવા કોઈ આચાર્ય ભગવંત વિહાર કરતા ત્યાં પધાર્યા. શ્રાવકોએ બૌદ્ધોનો સર્વ વૃત્તાંત તેમ જ જૈનધર્મની થતી નિંદા આચાર્યને જણાવી. આચાર્ય વિદ્યાસિદ્ધ હોવાથી બે ગીતાર્થ મુનિઓને શિક્ષા આપીને બૌદ્ધોના મઠમાં મોકલાવ્યા. મદમાં મસ્ત એવા બૌદ્ધ સાધુઓએ આ મુનિઓને મઠમાં સ્થાન આપ્યું. આ બૌદ્ધ સાધુઓ જ્યારે જમવા બેસતા ત્યારે યક્ષ પોતે અપ્રગટ રહેતો, પરંતુ મોદકાદિ ભોજનથી ભરેલો તેનો હાથ જ લોકો દેખી શકતા. તે હાથ જ બૌદ્ધ સાધુઓને ભોજન આપતો. જ્યારે તે હાથ મોદકાદિ આપીને પાછો ફરે છે ત્યારે તે બંને જૈન મુનિઓએ વિદ્યાસિદ્ધિ દ્વારા તે હાથને પકડ્યો અને આચાર્યએ કહેલો સંદેશો સંભળાવ્યો, “અહો! તું બોધ પામ, હે યક્ષોત્તમ, તું મોહ પામ નહીં. મોક્ષમાર્ગના પાથેયભૂત પંચ પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરે.” આ સાંભળતા જ યક્ષ પ્રતિબોધ પામ્યો અને વિચારવા લાગ્યો, “હા, મને ધિક્કાર છે કે જેના શાસનનો જાણનાર એવા મને મિથ્યાદૃષ્ટિના સંગથી અન્ય ધર્મ પર કેમ મોહ ઉત્પન થયો.' અને યક્ષે પ્રત્યક્ષ થઈને બૌદ્ધ ધર્મોના ઉપાસકોને મોટેથી સમજાવ્યું, ‘શ્રી જિનેશ્વર પરમાત્માનું શાસન જ તથ્ય છે, અન્ય સર્વદર્શનીઓ મિથ્થારૂપ છે, તેથી હે ભવ્ય જીવો મિથ્યાદૃષ્ટિઓનો સંગ છોડી જિનશાસનનો આશ્રય કરો, જેથી મોક્ષલક્ષ્મી પ્રાપ્ત થાય.” આવી રીતે ઘોષણા કરી આચાર્ય ભગવંત પાસે જઈ અતિચારથી ઉત્પન્ન થયેલા પાપની આલોચના કરી જૈન શાસનની પ્રભાવના કરીને તે યક્ષ પોતાના સ્થાને પાછો ગયો. આવી રીતે મિથ્યાષ્ટિઓના પરિચયથી યક્ષનું સમ્યત્વ દૂષિત થયું માટે તે દોષરૂપ છે.
મિથ્યાષ્ટિઓની પ્રશંસા અને પરિચય સમ્યક્ત્વપ્રાપ્તિમાં બાધા ઉપજાવનાર છે, તેમજ પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને શિથિલ કરનાર છે.
' ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૭૧