________________
દંડ કરવો.' એમ કહી બાળકને ભોંયરામાં અત્યંક રક્ષણ હેઠળ રાખ્યો. રાજાની સહાયથી પુરોહિતે નગરની બધી બિલાડીઓને નગરથી બહાર કાઢી મૂકી. આ રીતે ઘણા સંરક્ષણમાં હોવા છતાં સાતમા દિવસે જેના ઉપર બિલાડાનો આકાર કોતરાયેલો છે એવો અત્યંત મોટો દ્વારનો આગળિયો બાળક પર અચાનક પડી બાળક મૃત્યુ પામ્યો. વરાહમિહિરને પુત્રના મરણનો તો શોક થયો અને સાથે પોતાનું જ્ઞાન મિથ્યા થયું એટલે વધારે ખેદ થયો. રાજાએ શ્રી ભદ્રબાહુસ્વામીનું વચન સત્ય થયેલું જાણું એટલે તેણે ભદ્રબાહુસ્વામી પાસેથી ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણી મિથ્યાત્વનો ત્યાગ કરીને જૈનધર્મનો સ્વીકાર કર્યો.
વરાહમિહિર પુત્ર-મરણના શોકથી, પોતાનું જ્ઞાન અસત્ય થવાથી અને એનાથી રાજા પાસે અને લોકમાં અપમાનિત થવાથી સંસાર પરત્વે વૈરાગ્યભાવ આવ્યો તેથી સમ્યકત્વરહિત એવા મિથ્યાત્વભાવવાળા પરિવ્રાજક થયા. લાંબા કાળ સુધી અજ્ઞાનપૂર્વક તપ કરીને, પાપ શલ્યનું પ્રાયશ્ચિત કર્યા વિના મૃત્યુ પામીને અલ્પઋદ્ધિવાળા વ્યંતર દેવ થયા. તે વાણવ્યંતરદેવ અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણતા જૈન સાધુઓ પ્રત્યે પ્રબળ દ્વેષ રાખવા લાગ્યો અને એમના ચારિત્રમાં દોષ જોવા લાગ્યો. પરંતુ તેમના આચરણમાં કાંઈ પણ દોષ ન દેખાતા તેમને ઉપસર્ગ કરવા અસમર્થ થયો એટલે શ્રાવકોને મરકી આદિ રોગોથી ઉપસર્ગ કરવા લાગ્યો. આ ઉપદ્રવ દૂર કરવા માટે શ્રાવકોએ શ્રી ભદ્રબાહુસ્વામીને વિનંતિ કરી. ચૌદ પૂર્વધર એવા શ્રી ભદ્રબાહુસ્વામીએ વ્યંતરદેવના આ ઉપદ્રવને દૂર કરવા ‘ઉવસગ્ગહર સ્તોત્ર'ની રચના કરી જેના પ્રભાવથી વ્યંતરકૃત સર્વ ઉપસર્ગો દૂર થયા. આ ઉવસગ્ગહર સ્તોત્રનો પ્રભાવ આજે પણ અબાધિત છે. આવી રીતે શ્રી ભદ્રબાહુસ્વામીએ નૈમિત્તિક શાસ્ત્રો દ્વારા રાજાને પ્રતિબોધ કરી જૈન શાસનની પ્રભાવના કરી તેથી તેઓ નૈમિત્તિક પ્રભાવક કહેવાયા. e) તપસ્વી પ્રભાવક – છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારના તપનું જે વિશિષ્ટપણે આચરણ કરે છે, તીવ્ર તપગુણથી જે દીપે છે, પોતાનામાં અને અન્યમાં ઉત્તમ પ્રકારના આચરણ વડે જે ધર્મના બીજ રોપે છે, જિનેશ્વર પરમાત્માની
( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૭૯