________________
પદ ન મળવાથી વરાહમિહિર દુઃખી થયા. મોટાભાઈ હોવા છતાં મોહના ઉદયથી ભદ્રબાહુ સ્વામી પ્રત્યે તેમને અપ્રીતિ જન્મી. કષાયોના વશ થયા અને બાર વર્ષનું ચારિત્ર પાલન કરવા છતાં એ ચારિત્રને ત્યાગી ફરી પાછો બ્રાહ્મણનો વેશ સ્વીકાર્યો. પછી ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ આ આગમ ગ્રંથોથી કેટલાક રહસ્યો ગ્રહણ કરી પોતાના નામથી અંકિત એવો વરાહ સંહિતા' નામના જ્યોતિષ ગ્રંથની રચના કરી. આ ગ્રંથ જૈન આગમગ્રંથમાંથી બનાવ્યું હોવાથી પ્રાય: સત્ય હતું એટલે એના આધારે કહેવાયેલું સાચું પડતું તેથી લોકમાં પ્રસિદ્ધિ પામ્યું. તેમજ યંત્ર-તંત્રાદિ જાણીને તેનો ઉપયોગ કરીને લોકો પર પ્રભાવ પાડ્યો અને લોકોને કહ્યું, ‘હું બાર વર્ષ સૂર્યના માંડલામાં રહ્યો. સૂર્ય ભગવાને મને પ્રસન્ન થઈ મને સમસ્ત ગ્રહમંડલના ઉદય-અસ્ત, વક્રાદિગતિ, નક્ષત્રોની સંચાર સ્થિતિ આદિ બતાવીને પછી પૃથ્વી પર મોકલ્યો છે. લોકોએ એના વચન પર વિશ્વાસ કરી લીધો અને એના માટે બહુમાન ઉત્પન્ન થયું. રાજાએ પણ તેને રાજપુરોહિત બનાવી તેનું સન્માન કર્યું.
એક વખત શ્રી ભદ્રબાહુસ્વામી વિહાર કરતા શ્રી પ્રતિષ્ઠાનપુરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. રાજા પરિવાર સહિત સાથે વરાહમિહિરને લઈને સૂરિના વંદનાર્થે ગયો. તે સમયે વરાહમિહિરને કોઈ પુરુષે આવી એના ઘરે પુત્રજન્મ થયાના સમાચાર આપ્યા ત્યારે રાજા વરાહમિહિને એના ત્યારે જન્મેલા પુત્રના ભાવિ અંગે સવાલો પૂછે છે કે આ પુત્રનું આયુષ્ય કેટલું હશે, કેટલા વિદ્યાનો પારગામી થશે ઈત્યાદિ. અને બાળક અંગે આજ સવાલો એ શ્રી ભદ્રબાહુસ્વામીને પણ પૂછે છે. ત્યારે ચંચળ સ્વભાવવાળા વરાહમિહિરે, એ બાળકનું ૧૦૦ વર્ષનું આયુષ્ય છે, અઢાર વિદ્યાનો પારગામી થશે એમ કહ્યું... રાજાએ ભદ્રબાહુસ્વામીને પૂછતા એમણે જિનશાસનમાં જ્યોતિષનું કથન કરવાનો નિષેધ હોવા છતાં આ સંજોગોમાં જૈન શાસનની પ્રભાવના કરવા માટે અને રાજાને જૈન ધર્મમાં દઢ કરવા માટે કહ્યું કે આ બાળકનું સાતમે દિવસે બિલાડીથી મૃત્યુ થશે. આ સાંભળી વરાહમિહિર અત્યંત ગુસ્સે થયા અને રાજાને કહ્યું, ‘જો મારું વચન સત્ય થાય અને આ પાખંડી સાધુનું વચન મિથ્યા થાય (અર્થાત્ સાત દિવસ પછી આ બાળક જીવે તો) તો એને
७८
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )