________________
ઉન્માર્ગની પુષ્ટિ થાય છે. અહીં કોઈ વખત બીજા દર્શનો - ‘કપિલાદિ દર્શન, યુક્તિથી યુક્ત છે અથવા બુદ્ધનું અથવા સાંખ્ય આદિનું આ વચન તત્ત્વરૂપ છે એમ સ્તુતિ ક૨વી’ આ પ્રશંસા પણ સમ્યક્ત્વનું દૂષણ છે. અહીં કમલપુર નગરના હરિવાહન રાજાનો પુત્ર ભીમકુમારનું ઉદાહરણ છે.
e) મિથ્યાદૃષ્ટિનો પરિચય - મિથ્યાદૅષ્ટિઓ સાથે નિવાસ કરવો કે પરસ્પર વાર્તાલાપ કરવો તે છે મિથ્યાદૅષ્ટિનો પરિચય. જેનાથી સભ્યષ્ટિ જીવોનું સમ્યક્ત્વ શિથિલ થવાનો સંભવ હોય છે. વારંવાર મિથ્યાદષ્ટિઓની વાતો સાંભળવાથી, બાહ્ય આચરણ જોવાથી અને તર્ક પૂર્વકની દલીલોવાળી મિથ્યા ધર્મચર્ચા ક૨વાથી અનાદિકાળના ગાઢ સંસ્કારવાળું મિથ્યાત્વ જાગૃત થઈ શકે છે જેથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ ચાલી જવાની શક્યતા હોય છે એટલે મિથ્યાદૅષ્ટિનો વધારે પરિચય થવો એ પણ સમ્યક્ત્વનું દૂષણ થાય છે. અહીં સૌરાષ્ટ્રવાસી એક શ્રાવકની કથા છે.
સૌરાષ્ટ્ર દેશમાં શ્રી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે પરમ શ્રદ્ધાવાળો અને સભ્યજ્ઞાનાદિ તત્ત્વને જાણનારો સુશ્રાવક રહેતો હતો. ત્યાં દુષ્કાળ પડવાથી તે શ્રાવક બૌદ્ધ સાધુઓ સાથે અવંતિદેશ તરફ ચાલ્યો. માર્ગમાં બૌદ્ધ સાધુઓએ એને કહ્યું, ‘જો તું અમારો સામાન ઉપાડશે તો અમે તને ભોજનાદિ આપીશું.’ એ શ્રાવક પાસે ખાવાનું ન હોવાથી એણે એમનું વચન સ્વીકાર્યું. માર્ગમાં બૌદ્ધ સાધુઓ સાથે રહેવાથી, તેમનો અતિશય પરિચય થવાથી અને સતત બૌદ્ધ ધર્મની જ વાતો સાંભળવાથી તે શ્રાવક બૌદ્ધ ધર્મ પ્રત્યે શ્રદ્ધા-પ્રીતિવાળો થયો અને જૈનધર્મની શ્રદ્ધા એના મનમાંથી ઓછી થવા લાગી જેથી તે દૂષિત સમ્યક્ત્વવાળો થયો.
માર્ગમાં જતા તેને અસાધ્ય રોગ થતા તે આગળ ચાલવા અસમર્થ થયો અને માર્ગ ૫૨ જ સૂઈ ગયો. બૌદ્ધ સાધુઓ પણ ગેરૂ જેવા લાલ રંગનું વસ્ત્ર તેને ઓઢાડી જતા રહ્યા. મૃત્યુ પામી તે યક્ષ થયો. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતા તેણે પૂર્વભવ જોયો. એ જોતા એણે વિચાર્યું કે ‘આ બૌદ્ધ સાધુઓના પ્રભાવથી જ મને સંપદાથી ઉજ્જવલ એવી યક્ષપદવી પ્રાપ્ત થઈ છે. તો હવે હું એમનો પ્રભાવ વિસ્તારું, એમની સેવા કરું.’ પોતાની દૈવિકશક્તિથી મોદકાદિ મિષ્ટાન્ન ભોજન એ સાધુઓને
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો
७०