________________
દેશ કાંક્ષા - મહર્ષિ બુદ્ધ ભિક્ષુઓને સુખકારી ધર્મ દર્શાવ્યો છે કેમકે તેઓ સ્નાન, અનપાન, વગેરે દ્વારા સુખનો અનુભવ કરી શકે છે. માટે એ ધર્મ સ્વીકારવા યોગ્ય છે. સર્વ કાંક્ષા - બ્રાહ્મણ, પરિવ્રાજક એવા અજેનો વિષયસુખને ભોગવવા છતાં મોક્ષસુખ (એમના દૃષ્ટિકોણથી) મેળવી શકે છે. માટે એમનો ધર્મ પણ આદરણીય છે. આવી રીતે અન્ય ધર્મની ઈચ્છા માત્ર થવી તે સમ્યકત્વમાં દોષરૂપ છે. કારણ અન્ય ધર્મોમાં આત્માના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન નથી. તેમજ જગતના પદાર્થોનું પણ એક નયના એકાંતવાળું પ્રતિપાદન હોવાથી તે સાચું નથી, આત્માને હિતકારી નથી. અહીં જિતશત્રુ રાજા અને અતિસાગર મંત્રીનું દૃષ્ટાંત છે.
વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજા અને એના મતિસાગર મંત્રી હતા. રાજા વીરતામાં અને મંત્રી બુદ્ધિમાં ઉત્તમ હતા. એક વખત તેની રાજસભામાં એક અશ્વનો વેપારી દેશ-વિદેશના અત્યંત કુશળગતિવાળા જાતવાન ઘોડા લઈને વેચવા આવ્યો. રાજા પોતે પણ અશ્વની પરીક્ષા કરવામાં કુશળ હોવાથી વિશિષ્ટ જાતવાળા, વેગવાન અને મનોહર ચંદ્રના કિરણ જેવા બે શ્વેત ઘોડાની પસંદગી કરી અને તે ઘોડાની પરીક્ષા કરવા એક ઘોડા પર રાજા અને બીજા પર અતિસાગર મંત્રી ચડ્યા. આ બંને ઘોડા વિપરિત શિક્ષાવાળા હોવાથી પવનવેગી ગતિથી દોડવા લાગ્યા અને જ્યારે રાજા અને મહિસાગર ઘોડાને ઊભા રાખવા લગામ ખેંચે તો તેમ વધારે ને વધારે તેજ દોડે. થાકીને એમણે જ્યારે લગામ છોડી દીધી ત્યારે તે ઘોડા વિપરીત શિક્ષાવાળા હોવાથી ઊભા રહ્યા. અહીં એ નિર્જન વનમાં આવી પહોંચ્યા. અત્યંત થાકેલા રાજા અને મંત્રી ઘોડા પરથી ઉતર્યા પરંતુ શ્રમ-ભૂખ અને તરસથી મૂછ પામ્યા. થોડીવારમાં રાજાનું સૈન્ય એમને શોધતા ત્યાં આવી પહોંચ્યું અને રાજા પોતાના નગરમાં પાછો ફર્યો.
રાજાએ રસોઈયાને સ્વાદિષ્ટ આહાર બનાવવાનો આદેશ કર્યો. રાજાના આદેશ અનુસાર રસોઈયાએ પણ ઘણા અલગ અલગ વ્યંજનો બનાવ્યા. અતિશય ભૂખ લાગી હોવાથી અને રસની લોલુપતાથી રાજાએ ઘણો ઘણો આહાર આરોગ્યો. તેથી અજીર્ણ થવાથી એને પેટમાં શૂળ ઉત્પન્ન થયું, અને અસહ્ય વેદના સાથે તે મૃત્યુ પામ્યો. મતિસાગર
૬૮
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )