________________
મંત્રી બુદ્ધિમાન હોવાથી પોતાની ભૂખ મટે તેટલો જ અને ઉચિત એવો આહાર એણે આરોગ્યો. બીજી વાનગીઓ અત્યંત આકર્ષક દેખાતી હોવા છતાં તેણે તેની આકાંક્ષા પણ કરી નહીં. એટલે લાંબા કાળ સુધી સારું આરોગ્ય રહેતા તે સુખી થયો.
આ કથાનો સારાંશ છે કે સંસારી જીવો રાજા અને મંત્રી જેવા છે. કોઈ જીવો તપ આદિ માત્ર બાહ્ય ગુણોને જોઈ જૂદા જૂદા દર્શનોની અભિલાષા કરે છે તે મનુષ્યો સમ્યક્દર્શનથી પતિત થાય છે અને જે જે મનુષ્યો મંત્રીની જેમ વિવેકપૂર્વક વર્તે છે, ગુણ-દોષનો નિર્ણય કરે છે, અન્યમાં ચમત્કાર દેખાવા છતાં તેનાથી અંજાતા નથી તેઓ સમ્યગદર્શનથી પતિત થતા નથી. આવી રીતે આકાંક્ષા નામના દોષને સમ્યક્ પ્રકારે દૂર કરવો જોઈએ. c) વિચિકિત્સા - ફળનો સંદેહ. શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલા ધર્મ આરાધનાના ફલ પ્રત્યે સંદેહ કરવો. ઉદા. આ ધર્મ અનુસાર દુષ્કર તપશ્ચર્યા કરવાથી મને ભવિષ્યમાં કંઈ લાભ થશે કે નહિ એવી શંકા રાખવી. અથવા સાધુ-સાધ્વી આદિ મુનિજનો વિશેની જુગુપ્સા એટલે કે આ મુનિઓ મલિન રહે છે, તેમના મલિન વસ્ત્ર આદિ જોઈ તેમના પ્રત્યે ધૃણા કરવી, એના કરતા તેઓ અચિત્ત જલથી સ્નાન કરે તો શું દોષ લાગે? એવી વિચારણા એ વિચિકિત્સા' નામનો દોષ છે. જે ત્યજવા યોગ્ય છે. અહીં વિદ્યાધર રાજા જયસુરની રાણી શુભમતિની કથા છે જેણે મુનિના શરીરના મલની દુર્ગછા કરી તેથી તેનું સમ્યક્ત મલિન થયું. પોતાની ભૂલ સમજાતા મુનિ પાસે વારંવાર ક્ષમાયાચના કરવા છતાં બીજા ભવે સાધુની કરેલી દુર્ગછાથી બંધાયેલું કર્મ ઉદયમાં આવ્યું અને તેનું સમસ્ત શરીર અસહ્ય દુર્ગધવાળું બન્યું. આ પ્રમાણે વિતિગિચ્છા નામનો દોષ સમ્યક્ત્વને મલિન કરનાર છે. d) મિથ્યાદષ્ટિ પ્રશંસા - જે મિથ્યાદૃષ્ટિ હોય પરંતુ તેમનામાં કોઈ સારા ગુણ દેખાય, જેમ કે અનુકંપા ગુણ, દાન ગુણ, બ્રહ્મચર્ય ઈત્યાદિ. એમની જાહેરમાં પ્રશંસા કરવી તે દોષરૂપ થાય છે કારણ ગુણો સદા પ્રશંસનીય છે પરંતુ તેનો ધારક પાત્ર મિથ્યાષ્ટિ હોવાથી પ્રશંસનીય નથી. તેમાં ઉત્પાર્ગના પ્રશંસાનો મોટો દોષ છે. જે દોષ બધા ગુણોને ઢાંકી દે છે. ઉન્માર્ગી જીવોની પ્રશંસા કરતા તેણે સ્વીકારેલા
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૬૯