________________
પોતાને ત્યાં આહાર વહોરવા માટે વિનંતી કરી. પરંતુ તેમ કરતા રાજા એના પાત્રમાં રહેલા અલંકારો જોશે એમ વિચારી સૂરિએ રાજાની વિનંતીનો અસ્વીકાર કર્યો. એટલે રાજાને ક્રોધ આવતા એણે બલાત્કારે પાત્રો ખેંચ્યા. તેમાં અલંકારો જોતા રાજાને અત્યંત ગુસ્સો આવ્યો. ‘આ સર્વ અલંકારો મારા બાળકોના છે, તમે મારા બાળકોને મારીને, એમના અલંકારો લૂંટી લીધા છે. જૈન આચાર્ય થઈ તમે આવા કાર્ય કરો છો.” રાજાના ક્રોધથી સૂરિ અત્યંત ભયભીત અને ચિંતીત થતા દેવે પોતાનું દૈવિક સ્વરૂપમાં પાછા આવી સૂરિને પ્રતિબોધવા માટે એણે બાળકોનું, સાધ્વીનું અને રાજાનું રૂપ લીધેલું જણાવ્યું. એણે સૂરિને આવા ત્યાગી, ગચ્છના નાયક હોવા છતાં જિનેશ્વરના વચનમાં અને પૂર્વભવ, આત્મા આદિમાં શંકા થવાનું કારણ પૂછ્યું. સૂરિએ કહ્યું કે અનેક સાધુઓને દેવ થયા પછી દર્શન આપવાનું કહેલું. અને આ દેવ તો પૂર્વભવમાં સૂરિનો અત્યંત વિનિત શિષ્ય હતો. તેણે તો એના અંતિમ સમયે દેવ થયા પછી સૂરિને દર્શન આપવા આવવાની પ્રતિજ્ઞા કરેલી. છતાં તે પણ ન આવ્યો. તેથી સૂરિ પરભવ વગેરે તત્ત્વોમાં શંકાવાળા થયા. ત્યારે તે દેવે સૂરિને સમજાવ્યું કે દૈવિક નાટક જોવામાં તે છ મહિના સુધી ઊભા રહ્યા, ભૂખ-તરસની પણ ખબર ન પડી. તો દેવો પણ દેવલોકમાં જઈ ત્યાંના ભોગસુખોમાં એવા આસક્ત બને છે, એમના માટે આ મનુષ્યલોક દુર્ગધવાળો લાગે છે એટલે એ ત્યાંના વિષયભોગ છોડીને અહીં મનુષ્યલોકમાં આવવા ઈચ્છતા નથી. પરંતુ એના માટે દેવલોક-નારક નથી એમ વિચારી જિનેશ્વર ભગવંતના વચનોમાં શંકા કરવી યોગ્ય નથી. તેનાથી પ્રાપ્ત થયેલ સમ્યગ્ગદર્શન મલિન થાય છે. જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે તેમ જ છે.' એવી શ્રદ્ધા રાખવી યોગ્ય છે, એમ સૂરિને પ્રતિબોધ પમાડી તે દેવ પોતાના સ્થાને (દેવલોકમાં) પાછો ગયો અને સૂરિ પણ પોતાના ગચ્છમાં પાછા ફરી, પ્રાયશ્ચિત લઈને સારી રીતે ચારિત્રનું પાલન કર્યું. આવી રીતે આષાઢભૂતિ આચાર્યની જેમ શંકા દોષને દૂર કરીને જિનેશ્વરના વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી. b) કાંક્ષા - વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલો જૈન ધર્મ મળ્યા છતાં અન્ય ધર્મોની ઈચ્છા કરવી. આના બે ભેદ છે – દેશ કાંક્ષા અને સર્વ કાંક્ષા.
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન