________________
જૈન શાસનના આઠ પ્રકારના પ્રભાવક
જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મનો વિસ્તાર કરવો, અનેક જીવોને તેના સિદ્ધાંતો, તત્ત્વના રહસ્યો સમજાવવા, અનેક જીવોને તેમાં પ્રવર્તાવવા આ સર્વ શાસન પ્રભાવના કહેવાય છે. સમ્યગુષ્ટિ જીવો જેમ જેમ મોક્ષમાર્ગ પર આગળ વધતા જાય છે, તેમનું આત્મજ્ઞાન વધુ ને વધુ પ્રગટ થાય છે તેમ તેઓ જૈન શાસનની વિશેષ પ્રભાવના કરી શકે છે. આ મહાત્મા પુરુષો પોતાની આત્મવિશુદ્ધિથી પ્રગટેલી ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિઓ દ્વારા જ્યારે જૈનશાસનની પ્રભાવના કરે છે ત્યારે તેઓને પ્રભાવક કહેવાય છે. આવા મુખ્ય આઠ પ્રભાવક કહ્યા છે - a) પ્રવચનિક પ્રભાવક – જે જે કાળે જેટલા જૈન શાસ્ત્રો વિદ્યમાન હોય તે સૂત્રોના અને તેના અર્થોના જ્ઞાની હોય અને શ્રોતાજનોને સરળ અને મધુર શૈલીથી એ શાસ્ત્રજ્ઞાન આપી શકે એવા જ્ઞાની અને કુશલવક્તા તે પ્રાવનિક પ્રભાવક કહેવાય છે. b) ધર્મકથી પ્રભાવક - આક્ષેપણી, વિક્ષેપણી, સંવેજની અને નિર્વેદની એવી ચાર પ્રકારની ધર્મકથાના ઉપદેશ આપી જે ભવ્ય જીવોને પ્રતિબોધિત કરે છે તે ધર્મકથી પ્રભાવક કહેવાય છે. શાસ્ત્રોમાં આ માટે નંદીષેણ મુનિનું ઉદાહરણ આપેલું છે. તેમજ પ્રાવચનિક અને ધર્મકથી ઉપર શ્રી વજસ્વામીનું દૃષ્ટાંત છે જે નીચે પ્રમાણે છે –
અવંતિ નગરીમાં ધનગિરી નામના શ્રેષ્ઠીપુત્ર જૈનધર્મના પરમરાગી અને દીક્ષાભિમુખ હતા. તે જ નગરીમાં એક સુનંદા નામની શ્રેષ્ઠીપુત્રી ધનગિરી પર અતિશય રાગવાળી હતી. એટલે ધનગિરીની ઇચ્છા દીક્ષા લેવાની હોવા છતાં વડીલોના આગ્રહથી બેઉના લગ્ન થયા. કેટલાક કાળે સુનંદા સગર્ભા થઈ. ધનગિરીએ પુત્ર-જન્મ પહેલા જ આચાર્ય શ્રી સિંહગિરી પાસે દીક્ષા ગ્રહણ કરી. નવ માસ પૂર્ણ થતા સુનંદાએ પુત્રને જન્મ આપ્યો. આ બાળકને જાતિસ્મરણ જ્ઞાન
૭૨
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )