________________
ત્રણ લિંગ
રાગદ્વેષનું તીવ્ર પરિણામ જેને ગ્રંથિ કહેવાય છે. આ ગ્રંથિના ભેદ દ્વારા ઉત્પન્ન થનારો આત્માનો વિશિષ્ટ પરિણામ સમ્યગદર્શન કહેવાય છે. આત્મ-પરિણામ અદશ્ય, પરોક્ષ હોવાથી સમ્યગૃષ્ટિ તરીકે જીવનો સાક્ષાત્કાર છદ્મસ્થ જીવો કરી શકતા નથી. જે બાબતોમાં પ્રત્યક્ષ પ્રમાણ અસમર્થ હોય તે બાબતોનો અભાન્ત નિર્ણય કરવા માટે અનુમાન વગેરે પ્રમાણનો આશરો લેવો પડે છે તેથી લિંગ દ્વારા સમકિતી જીવનું અનુમાન કરી શકાય છે. લિંગ એટલે ચિન્હ, નિશાની, આત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે કે નહિ તેની જે બાહ્ય નિશાનીઓ તેને લિંગ કહેવાય અને આંતરિક નિશાનીઓ તે લક્ષણ કહેવાય) જેને ધુમાડો હોય તો અગ્નિનો નિર્ણય કરી શકાય,
ધ્વજદંડ હોય તો મંદિર હોવાનો નિર્ણય કરાય તેમ આ ત્રણ જાતના લિંગ અર્થાત્ ચિન્હ પરથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું છે કે નહિ તેનો નિર્ણય કરી શકાય છે. તે ત્રણ લિંગ છે ૧) શુશ્રુષા ૨) ધર્મરાગ ૩) દેવગુરુની વૈયાવચ્ચ. ૧) શુશ્રુષા - શ્રુતની અભિલાષા, જિનાગમ સાંભળવાની ઈચ્છા, જેથી શ્રોતાને શાસ્ત્રોના અર્થ સાંભળવામાં સાકર અને દ્રાક્ષના જેવી મીઠાશ આવે. ધર્મ સાંભળવામાં એવી પ્રબળ ઈચ્છા હોય કે જેમ કોઈ યુવાન પુરુષ હોય, નિરોગી અને ધનાદિથી સુખી હોય, પોતાની નવપરિણિત પત્ની સાથે પાંચે ઈદ્રિયોના વિષયસુખ ભોગવતો હોય ત્યાં દિવ્ય ગાયન સાથે નૃત્ય થતું હોય તે સાંભળવામાં યુવાન પુરુષની જેટલી જિજ્ઞાસા હોય, પ્રબળ ઈચ્છા હોય તેના કરતા પણ વધારે ઈચ્છા જેને ધર્મ, આત્મધર્મ સાંભળવાની થાય તે શુશ્રુષા નામનું સમ્યત્વનું પ્રથમ લિંગ છે. અહીં સુદર્શન શ્રેષ્ઠી'નું દૃષ્ટાંત આપેલું છે –
મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા હતા. ત્યાં અર્જુન નામે એક માળી રહેતો હતો અને તેને બંધુમતી નામની સ્વરૂપવાન પત્ની હતી. અર્જુનમાળી રોજ પોતાની પત્ની સાથે બાગની નજીકના એક દેવળમાં મુદ્ગરપાણિ નામના
४८
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )