________________
ક૨વા બીજા દેશથી આવ્યા. એ કાળે એ નગરીમાં પોતાની ઘણી વિદ્યાના બળથી અહંકારવાળો એક પરિવ્રાજક આવ્યો. એણે અહંકારના મદમાં ઢંઢેરો પીટાવ્યો કે મારા જેવો અન્ય કોઈ વાદી નથી, જો કોઈ સમર્થજ્ઞાની હોય તો મારી સાથે વાદ કરે. રોહગુપ્તે આ પડહ સાંભળતા એ વાદીનો પડકાર સ્વીકાર્યો અને શ્રીગુપ્ત આચાર્ય પાસે આવીને વાત કરી. ગીતાર્થ આચાર્યએ કહ્યું કે આ ઉચિત કર્યું નથી કારણ એ પરિવ્રાજક વિદ્યાના બળવાળો છે એટલે વાદમાં હારી જતા પ્રતિવાદીને ઉપદ્રવ કરે છે. આ સાંભળી રોહગુપ્તે કહ્યું કે વાદનો સ્વીકાર કર્યો હોવાથી હવે પાછું કેમ હઠાય ? તેથી કરૂણામય આચાર્યએ તે વાદીની વિદ્યાની પ્રતિપક્ષ વિદ્યાઓ રોહગુપ્તને શીખવાડી અને મંત્રેલો રજોહરણ આપ્યો જેથી પરિવ્રાજક કોઈ ભયંકર ઉપસર્ગ કરે તો રજોહરણથી તે ઉપસર્ગ પલાયન થઈ જાય.
રાજ્યસભામાં પરિવ્રાજક અને રોહગુપ્તનો વાદ થયો. પરિવ્રાજક રોહગુપ્તને હરાવવા માટે જૈન સિદ્ધાંતને જ ગ્રહણ કરીને જીવ અને અજીવ એમ બેજ રાશિ સંસારમાં છે એમ કહ્યું. રોહગુપ્તે જીતવા માટે જીવ, અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિ છે એમ કહી તેની સિદ્ધિ કરી. પરિવ્રાજકે એની પાસેની મેલી વિદ્યાઓનો પ્રયોગ કર્યો. રોહગુપ્તે ગુરુએ આપેલી વિદ્યાઓ દ્વારા તે સર્વેનો પ્રતિકાર કરી જીત મેળવી, જૈન શાસનની પ્રભાવના કરી. પરંતુ સંસારમાં વાસ્તવિક બે જ રાશિ છે. એટલે જ્યારે રોહગુપ્ત ગુરુ પાસે વિજય થઈને ગયા ત્યારે ગુરુએ રોહગુપ્તને ત્રિરાશિની સ્થાપના કરવા બદ્દલ ઠપકો આપ્યો અને રાજ્યસભામાં જઈ ઉત્સુત્ર પ્રરૂપણા કરવા બદલ ક્ષમા માંગવાનું કહ્યું. પરંતુ રોહગુપ્ત ‘રાજસભામાં સૌની સમક્ષ મેં જે અર્થ સ્થાપ્યો છે તેને બદલે હવે બીજો અર્થ કેમ સ્થાપિત થાય ? તેનાથી તો મારી અપભ્રાજના થાય' એમ કહી રોહગુપ્ત ક્ષમા માગવા તૈયાર ન થયો. ગુરુએ ઘણું સમજાવ્યો પણ રોહગુપ્ત માન્યો નહિ. એટલે ગુરુએ જૈન દર્શન પ્રમાણે બે જ રાશિ યથાર્થ છે એ સ્થાપવા રોહગુપ્તની સામે તે જ રાજસભામાં વાદ કર્યો. છ માસ સુધી વાદ ચાલ્યો પણ રોહગુપ્ત પોતાનો મિથ્યામત ત્યજતો નથી. ત્યારે ગુરુએ કૃત્રિકાપણ દ્વારા બે જ રાશિ છે તેની સિદ્ધિ કરી અને શાસનદેવીને પ્રગટ
૪૬
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો