________________
અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવી તેમને નરકનું સ્વરૂપ પૂછ્યું. તેઓએ સર્વજ્ઞ કથિત નારકીનું યથાર્થ સ્વરૂપ વર્ણવ્યું. એ સાંભળી સંતોષ પામેલી રાણી પુષ્પચૂલાએ પૂછ્યું, “હે ભગવાન ક્યા કર્મથી પ્રાણી નરકના તીવ્ર દુ:ખોને પામે છે?” અર્ણિકાપુત્ર આચાર્યે કહ્યું કે, “માંસનું ભોજન કરવામાં આસક્ત, મહારંભ-મહાપરિગ્રહમાં આસક્ત, પંચંદ્રિયનો ઘાત કરનાર, રૌદ્ર ધ્યાનથી જીવ નરકગતિ પામે છે.”
ત્યાર પછી દેવલોકમાં ગયેલ માતાએ પુષ્પચૂલાને સ્વપ્નમાં દેવલોકના સુખ અને દેવોનું સ્વરૂપ બતાવ્યું. પુષ્પચૂલે સર્વ દર્શનશાસ્ત્રીઓને બોલાવી દેવલોકનું સ્વરૂપ પૂછ્યું. એમના સ્વર્ગના વર્ણનથી પુષ્પચૂલાને સંતોષ ન થતા અર્ણિકાપુત્ર આચાર્યને પૂછ્યું. એમના દેવલોકના વર્ણનથી પુષ્પચૂલાને સંતોષ થતા આચાર્યને પૂછ્યું, “હે ભગવંત સ્વર્ગના સુખો કેવી રીતે પ્રાપ્ત થાય?” આચાર્યે કહ્યું, “જિનેશ્વર પરમાત્માએ બતાવેલ ચારિત્ર ધર્મનું સારી રીતે પાલન કરવાથી સ્વર્ગ તેમજ સર્વ સુખના સ્થાનભૂત મોક્ષ પણ મળે છે. આ ઉત્તર સાંભળી પુષ્પચૂલાને ઘણો સંતોષ થયો. પોતાના અકાર્યનો પસ્તાવો થયો. વૈરાગ્ય પામી એણે આચાર્ય પાસે પંચમહાવ્રતધારી પ્રવજ્યા ગ્રહણ કરી અને સારી રીતે આત્મકલ્યાણ કરવા લાગી.
કેટલાક કાળ પછી અર્ણિકાપુત્ર આચાર્ય શ્રુતજ્ઞાનના ઉપયોગથી ભાવિમાં આવનારા બાર વર્ષીય દુષ્કાળને જાણીને પોતાના શિષ્યોને સુકાળવાળા દેશમાં મોકલાવ્યા. પરંતુ પોતાનું જંઘાબળ ક્ષીણ થવાથી તે વિહાર કરવામાં અક્ષમ હતા એટલે ત્યાંજ રહ્યા. પુષ્પચૂલા સાધ્વીજી પણ તેમની સેવા-વૈયાવચ્ચ કરવાની પવિત્ર ભાવનાથી ત્યાં જ રહ્યા. અને પોતાના સંસાર પર્યાયથી પરિચિત એવા પુષ્પચૂલ રાજાના અંતઃપુરમાંથી શુદ્ધ નિર્દોષ આહાર લાવી આચાર્યની પરમ ભક્તિથી વૈયાવચ્ચ કરે છે. આવી ઉત્તમ ભાવનાથી કરાતી વૈયાવચ્ચથી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવલી થવા છતાં ગુરુની સેવા ભક્તિ પૂર્વની જેમ જ ચાલુ રાખી. જ્ઞાન વડે ગુરુની ઈચ્છા જાણી એ અનુસાર એમનો મનોવાંછિત આહાર લાવે છે ત્યારે ગુરુએ પૂછ્યું, ‘તું મારા મનની ઇચ્છાને હંમેશા કેવી રીતે જાણે છે?' પુષ્પચૂલાએ કહ્યું, “હે ભગવંત, હું આપની પ્રકૃતિને જાણું છું. પણ પોતાને કેવળજ્ઞાન થયું છે એમ જણાવ્યું નહીં.
४४
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો