________________
જોઈ અત્યંત દુઃખી થયા. બળદોના સંતાપને દૂર કરવા રસદાયક ભોજન બળદોને આપ્યું. પરંતુ અત્યંત વ્યથાથી પીડિત એવા બળદો તેની ઉપર દષ્ટિપાત પણ કરતા નથી. ત્યારે જિનદાસે અનુમાનથી જાણ્યું કે બળદો હવે અંતિમ સ્થિતિમાં છે અને અનશન કરવાની બુદ્ધિવાળા છે. તેથી જિનદાસે આરાધના પૂર્વક પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર અને ધર્મશ્રવણ કરાવ્યું જેથી બેઉ બળદ સમાધિથી આયુષ્ય પૂર્ણ કરી નાગકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા. આ પ્રમાણે જિનદાસ શ્રેષ્ઠીએ જેમ પરમાર્થ સંસ્તવ કર્યું તેમ સમ્યકત્વપ્રાપ્તિનું આ પરમાર્થસંસ્તવ કરવું તે પ્રથમ શ્રદ્ધા છે. બ) સુદષ્ટ પરમાર્થ સંસ્તવ - અર્થાત્ પરમાર્થભૂત જીવાજીવાદિ જે પદાર્થો છે તેમને યથાર્થ રીતે જાણવાવાળા સદ્ગુરુની સેવા કરવી. જે જ્ઞાની ગુરુ છે, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રય જેમના જીવનમાં પ્રકાશે છે, અધ્યાત્મના માર્ગે જે ચાલે છે, જેઓ સૂત્ર અને અર્થના જાણકાર હોવાથી ગીતાર્થ છે, સત્તર પ્રકારના સંયમના આરાધક છે એવા સદ્ગુરુનો વિનય, સેવા કરવી અર્થાત્ તેમના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી, એમની આજ્ઞાનુસાર વર્તવું એ સુદષ્ટ પરમાર્થ સંસ્તવ નામની બીજી સદ્ધહણા (શ્રદ્ધા) છે. તે ઉપર પુષ્પચુલા સાધ્વીનું દૃષ્ટાંત છે જે નીચે પ્રમાણે છે -
ગંગા નદીના તટ પર પુષ્પભદ્રિકા નામે નગરી હતી જ્યાં પુષ્પકેતુ નામે રાજા હતો જેની પુષ્પવતી નામની રાણી હતી. એમને એક પુત્ર અને એક પુત્રી રૂપે યુગલનો જન્મ થયો જેના નામ અનુક્રમે પુષ્પચૂલ’ અને પુષ્પચૂલા’ એમ રાખ્યા. આ બંનેનો પરસ્પર અત્યંત સ્નેહ જાણીને તે પુત્ર પુત્રીના પરસ્પર લગ્ન કર્યા. શ્રાવક ધર્મથી રંગાયેલી પુષ્પવતી રાણી રાજાના આ કાર્યથી નિર્વેદ પામી, વૈરાગ્ય પામી ચારિત્ર સ્વીકાર્યું. શુભ સ્થાનમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ. અવધિજ્ઞાનથી પુત્ર પુત્રીને વિષય ભોગ ભોગવતા જોઈ એમને પ્રતિબોધ કરવાનું વિચાર્યું. અને તે દેવે પુષ્પચૂલાને સ્વપ્નમાં નરકની દારૂણ, અત્યંત કષ્ટમય એવી વેદનાઓ દેખાડી. નારકીના આ સ્વરૂપને જોતા ભયભીત થઈ એણે સર્વસ્વપ્નોનું વર્ણન એના પતિ પુષ્પચૂલ પાસે કર્યું. પુષ્પચૂલ રાજાએ નરકનું સ્વરૂપ જાણવા દર્શનશાસ્ત્રીઓને બોલાવ્યા. પરંતુ પુષ્પચૂલાને તેમના ઉત્તરથી સંતોષ ન થતા
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૪૩