________________
જિનદાસ નામે શ્રાવક રહેતો હતો. તેની સાથુદાસી નામે પત્ની હતી. એક વખત સદ્ગુરુ પાસે સમ્યકત્વ મૂલ બાર વતો ધારણ કર્યા અને સર્વથા ચતુષ્પદ પરિહાર પરિગ્રહરૂપ અભિગ્રહ ધારણ કર્યો અર્થાત્ પશુઓ ન રાખવાનો નિયમ લીધો.
એક ભરવાડણ રોજ સાધુદાસીને દહીં લાવીને આપતી. સાધુદાસી પણ એને ઇચ્છિત દ્રવ્ય આપતી. આમ બંને વચ્ચે મિત્રતા બંધાઈ. એક વખત ભરવાડણી પોતાની પુત્રીના વિવાહ પ્રસંગમાં જિનદાસ અને સાધુદાસીને આમંત્રણ આપ્યું. પણ અમને આ પ્રસંગે આવવાનો અવસર નથી' એમ કહી લગ્ન પ્રસંગમાં જવાનું ટાળ્યું અને એને વિવાહને યોગ્ય કેટલીક વસ્તુઓ આપી. એ વસ્તુઓ વડે વિવાહ પ્રસંગ સંપન્ન થયો. એ વસ્તુઓના ઋણમાંથી મુક્ત થવા માટે ભરવાડણીએ લગ્ન મહોત્સવ બાદ સુંદર બાંધાવાળા ત્રણ વર્ષની નાની ઉંમરવાળા કંબલ-શંબલ નામના બે બળદ શ્રેષ્ઠીને ભેટ આપ્યા. “અમારે પશુઓ ન રાખવાનો નિયમ છે એમ સમજાવવા છતાં તે જિનદાસના ઘરે બંને બળદોને બાંધી ગઈ. જિનદાસે બળદોને જોયા ત્યારે તે વિષાદ પામ્યો અને વિચારવા લાગ્યો કે જો આ બળદોને હું છોડી દઈશ તો લોકો એને ગાડે જોતરશે અને ચાબુકના પ્રહાર કરશે જેથી બળદો દુઃખી થશે અને જો ઘરમાં રાખું તો મારા નિયમનો ભંગ થશે. એમ મન આકુળવ્યાકુલ થવા છતાં અનુકંપાથી બંને બળદોનું નિર્દોષ ઘાસ અને પાણી આપીને પાલન કરે છે.
પર્વતિથિમાં જિનદાસ ઉપવાસ કરી પૌષધ ગ્રહણ કરીને ધર્મશાસ્ત્રોનો સ્વાધ્યાય કરે છે. તે સાંભળીને બળદો પણ ધર્મમય મતિવાળા થયા. આપેલા ઘાસને ખાતા નથી. બળદોનું આ સ્વરૂપ જોઈને જિનદાસ શ્રેષ્ઠીને બળદો પ્રત્યે સવિશેષ ભાવ થયો અને એમને સાધર્મિક માની મનોહર આહાર વડે એ બળદોનું પોષણ કર્યું.
હવે એક વખત જિનદાસનો કોઈ પરમ મિત્ર જિનદાસને પૂછયા વિના બંને બળદોને દોડાવવાની વાહન ક્રીડામાં લઈ ગયો. બંનેને ગાડા સાથે જોડી બળદોની સુકુમારતાને જાણ્યા વિના જિત મેળવવા માટે પરોણા મારીને ઘણા વેગથી દોડાવ્યા. અગ્રિમતા પ્રાપ્ત કરી અને પાછા જિનદાસના ઘેર મૂકી દીધા. જિનદાસ જ્યારે ઘરે આવ્યા ત્યારે બળદોની આ નિ:સહાય, લોહીની ધારાથી ખરડાયેલી શરીરની પરિસ્થિતિ
૪૨.
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )