________________
ચિહ્નો દેખાવા લાગ્યા. એટલે એણે સૂરિ ભગવંતને એના આવતા ભવની ઉત્પત્તિ સંબંધી પૂછતા સૂરિએ જણાવ્યું કે એ નરવર્મા રાજાનો હરિદત્ત નામે પુત્ર થશે અને ત્યાં આ જ હારના દર્શનથી એને બોધિબીજની પ્રાપ્તિ થશે. આ સાંભળી રાજાએ પોતાના હરિદત્ત પુત્રને રાજસભામાં બોલાવી એ હાર બતાવ્યો. હારને જોતા જ હરિદત્તને પૂર્વભવનું જ્ઞાન થયું અને મદનદત્તે કહેલી સર્વે હકીકત એણે પણ કહી. આ સાંભળી નરવર્મા રાજાને ધર્મવિષયક જે સંદેહ થયો હતો કે કયો ધર્મ સાચો એ દૂર થયો અને વીતરાગ પ્રણીત ધર્મ જ સાચો ધર્મ છે એમ મનમાં દઢ શ્રદ્ધા થઈ.
એ સમયે એ જ નગરમાં શ્રી ગુણધરસૂરિ પધાર્યા. રાજા એમના દર્શનાર્થે ગયા. એમની પવિત્ર દેશના સાંભળી રાજાએ સમ્યકત્વના ત્રણ દ્ધિપૂર્વક (અર્થાતુ વીતરાગમાં જ દેવબુદ્ધિ, નિર્ગથ પંચ મહાવ્રતધારીમાં ગુરુ બુદ્ધિ અને જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા ધર્મમાં ધર્મબુદ્ધિ) શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો અને વિશુદ્ધિપૂર્વક ધર્મને આરાધવા લાગ્યો. એક વાર સૌધર્મેન્દ્ર દેવસભામાં નરવર્મા રાજાની મનથી પણ સુરાસુર વડે ચલાયમાન ન થાય તેવા સમ્યક્ત્વની પ્રશંસા કરી. આ સાંભળી સુવેગ નામનો દેવ તેમની પરીક્ષા કરવા પૃથ્વી પર આવ્યો. એણે રાજવાટિકાથી પાછા ફરતા નરવર્મા રાજાને દૂરાચાર અને સાવધ વ્યાપાર આચરતા મુનિઓને બતાવ્યા. પરંતુ રાજા જરાપણ વિચલિત ન થયો. જૈનશાસન પ્રાપ્ત થયેલામાં આવી મલિનતા હોઈ જ ન શકે. કદાચ કોઈ પૂર્વકૃત કર્મના ઉદયથી જીવ આવું આચરણ કરતો હશે તો પણ મારે ધર્મોપદેશ આપી આ જીવને સન્માર્ગે લાવવો જોઈએ અને જિનશાસનની અવહેલના અટકાવવી જોઈએ. એમ વિચારી રાજાએ અમૃત જેવી મીઠી વાણીથી એ મુનિઓને દુર્વ્યવહાર ન કરવા સમજાવ્યા. રાજાના જૈન ધર્મ પરની શ્રદ્ધા જોઈ સુવેગદેવે પોતાની માયા સંકેલી લીધી અને રાજાની ઘણી પ્રશંસા કરી. રાજાએ પણ લાંબા સમય સુધી શ્રાવકધર્મનું સેવન કરી કાળાન્તરે પુત્ર સાથે દીક્ષા ગ્રહણ કરી નિતિચારપણે ચારિત્રનું પાલન કર્યું. અનુક્રમે તે મોક્ષ પ્રાપ્ત કરશે. આ પ્રમાણે નરવર્મા રાજા જેવી સર્વજ્ઞ પ્રરૂપેલા ધર્મ પ્રત્યે નિર્મળ બુદ્ધિ તે સમ્યકત્વ વિશે પ્રથમ મનશુદ્ધિ છે.
હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૬૧