________________
શકે છે. હું અન્ય રાજ્યોમાં જઈને રહીશ પરંતુ નિયમનો ભંગ કરીશ નહીં. તેથી સર્વ નગરવાસીઓ પોતાના ઘર-હાટ ખુલ્લા મૂકીને કિલ્લામાં ભરાઈ ગયા છે. નગરી નિર્જન થવાનો આ વૃત્તાંત એ પુરુષે રામચંદ્રને આપ્યો. રામચંદ્રએ વજસેન રાજાની ધર્મનિષ્ઠા જોઈ સાધર્મિકને સહાય કરવા લક્ષ્મણ સાથે સિંહરથ રાજાની સામે યુદ્ધ લલકાર્યું અને સિંહરથ રાજાને પરાજિત કર્યો. એને વજકર્ણ પાસે લાવી બેઉની મિત્રતા કરાવી અને વજકર્ણને એનું રાજ્ય પાછું અપાવ્યું. વજકર્ણ રાજા સમ્યદર્શનના શુદ્ધિપૂર્વક પોતાના વ્રતોનું પાલન કરી છેલ્લે સંલેખના લઈ દેવલોકમાં ગયા. ત્યાંથી અવી મનુષ્યભવને પ્રાપ્ત કરી સિદ્ધિપદ પ્રાપ્ત કરશે.
આવી રીતે વીતરાગ પરમાત્મા અને એમની આજ્ઞાના આરાધક એવા પંચમહાવ્રત ધારી સાધુને જ વંદન કરવાનો નિયમ તે કાયશુદ્ધિ છે. આ પ્રમાણે મન, વચન અને કાયાની ત્રિવિધ શુદ્ધિ એ સમ્યત્વના પ્રતીક છે.
૬૪
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )