________________
થાય છે. અને જે તપ-નિયમ-સંયમ આચરે છે તે પરભવમાં સુખી થાય છે. મુનિના આ વચનો સાંભળીને રાજા પ્રતિબોધ પામ્યો અને પોતે કરેલા પાપનાશનો ઉપાય પૂછ્યો. મુનિશ્રીએ સુદેવ, સુગુરુ અને સુધર્મનું સ્વરૂપ સમજાવી એના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા તે સમ્યકત્વ છે. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહનો ત્યાગ તેમજ કષાયના ત્યાગરૂપી ધર્મ સમજાવ્યો.
વજકર્ણ રાજાએ વીતરાગ દેવ અને પંચમહાવ્રતધારી સંસારત્યાગી એવા ગુરુ સિવાય અન્યને નમસ્કાર કરીશ નહીં એવા દેઢ નિશ્ચયપૂર્વક સમ્યવ્રત સાથે બાર વતોને ગ્રહણ કર્યા. એક વખત એને વિચાર આવ્યો કે હું દશપુર નગરનો રાજા છું પરંતુ ઉજ્જૈની નગરીના સિંહરથ રાજાનો સેવક છું. એટલે એની આજ્ઞાને આધીન છું. એટલે જિનેશ્વવર પરમાત્મા સિવાય બીજા પાસે માથું ન નમાવવાના પોતાના નિયમના રક્ષણ માટે તેણે પોતાની અંગુઠી ઉપર શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ કોતરાવ્યું એટલે જ્યારે સિંહરથ રાજાને નમસ્કાર કરવો પડે ત્યારે તે અંગુઠીમાં ગોઠવેલ પરમાત્માને નમસ્કાર કરીને વ્યવહાર કરતો. એક વખત કોઈ દુર્જને આ વાત સિંહરથ રાજાને કહેતા તે વજકર્ણ પર ગુસ્સે થયો અને ચતુરંગી સેના સાથે વજકર્ણ પર ચડાઈ કરી. આ વાતની ખબર વજસેન રાજાને વિદ્યુત નામના પુરુષે આપી. પોતાની હકીત જણાવતા એણે રાજાને કહ્યું કે એ ઉજ્જૈનીનગરની અનંગલતા નામની ગણિકામાં આસક્ત થવાથી એના કહેવાનુસાર સિંહરથ રાજાના રાણીના અલંકારો ચોરવા રાજાના શયનખંડમાં ગયો, ત્યાં રાજા રાણીનો વાર્તાલાપ સાંભળતા ખબર પડી કે સિંહરથ રાજાને આધીન એવો વજકરણ રાજા સમ્યત્વના રક્ષણ માટે વીંટીમાં રહેલ જિનેશ્વરને નમસ્કાર કરે છે પણ રાજાને માથું નમાવતો નથી. તે સાંભળી પોતાના વેશ્યા વિલાસ અને ચોરીના કાર્યને નિંદતો એવા એ વિદ્યુત નામે પુરુષે સિંહરથ રાજાના કોપની વાત વજસેન રાજાને કરી. આ સાંભળી વજસેન રાજાએ નગરના સૌ લોકો સાથે કિલ્લાની અંદર ખાણી પીણીની સામગ્રી ભરી છુપાઈ ગયો. સિંહરથ રાજાએ નગરને ઘેરો ઘાલી વજકર્ણ રાજાને ત્યાં દૂત મોકલ્યો. રાજાએ દૂત સાથે જવાબ મોકલાવ્યો કે સિંહરથ રાજા મારું રાજ્ય લઈ
હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૬૩