________________
યક્ષની સુગંધી પુષ્પો વડે પૂજા કરતો. એક વખત પૂજા કરવા જતાં તે દંપતીને કામાન્ય એવા છે મિત્રોએ જોયા. પૂજામાં એકાગ્ર બનેલા અર્જુન માળીને દોરડાથી બાંધીને તેની પ્રિયા બંધુમતી સાથે ઈચ્છા મુજબ વિલાસ કરવા લાગ્યા. આ જોઈ અર્જુનમાળીને અત્યંત ખેદ થયો. અતિશય ક્રોધાયમાન થયેલા અર્જુનમાળીએ યક્ષને ઠપકો આપ્યો, “હે યક્ષ, હું દરરોજ તારી પૂજા કરું છું, અને તારા દેખતા જ આ પાપી કામાંધોએ મારી સમક્ષ મારા પત્નીની આવી વિડંબના કરી. તું ખરેખર પથ્થરમય જ છો, સાચો દેવ નથી. તેના આવા વચન સાંભળીને અત્યંત કોપાયમાન થયેલા યક્ષે અર્જુન માળીના શરીરમાં પ્રવેશ કર્યો. એના સર્વ બંધનોને કાચા સૂતરના તાંતણાની જેમ તોડીને એ મિત્રો અને બન્યુમતિને લોઢાના મુડ્ઝરથી મારી નાંખ્યા. ત્યારથી દરરોજ એક સ્ત્રી સહિત છ પુરુષોને જ્યાં સુધી મારે નહિ ત્યાં સુધી તેનો ક્રોધ શાંત થતો નથી.
એ સમયે રાજગૃહી નગરીમાં મહાવીર પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા. ત્યારે અર્જુનમાળીના ભયથી ભગવાનને વંદન કરવા કોઈ સ્ત્રી પુરુષ નગર બહાર નીકળતા નથી. રાજગૃહીમાં વિશુદ્ધ સમ્યગ્દર્શન ગુણના ધારક સુદર્શન શ્રેષ્ઠી રહેતા હતા; જે જિનેશ્વર પરમાત્માના ચરણકમલની સેવામાં અત્યંત તત્પર રહેતા અને શ્રુતવચન સાંભળવાની રૂચિવાળા હતા. એટલે એમણે ભગવાનની વાણી સાંભળવા જવા માટે માતાપિતાની આજ્ઞા માંગી. માતા-પિતાએ કહ્યું, “અત્યારે અર્જુન માળીનો મોટો ઉપસર્ગ છે, એટલે અત્યારે તું ત્યાં જતા અટકી જા, અહીંથી જ ભાવથી પ્રભુને વંદન કર.' પરંતુ ધર્માનુરાગવાળો સુદર્શન બોલ્યો, ‘ત્રણ જગતના નાથ એવા પરમાત્મા અહીં પધારે, ત્યારે એમનો ઉપદેશ શ્રવણ કર્યા વિના મને ભોજન પણ ન કલ્પ.' અને અર્જુન માળીના ઉપસર્ગને ગણકાર્યા વગર સુદર્શન પરમાત્માના દર્શન કરવા ચાલ્યા. રસ્તામાં સુદર્શનને જોતા અર્જુન માળી એને મુદગરથી મારવા ધસી આવ્યો. સુદર્શને પણ ઉપસર્ગ આવ્યો છે તે જાણી જિનેશ્વર પરમાત્માને નમસ્કાર કરી, ચાર શરણ સ્વીકારી, પોતાના વ્રતોને સંભારી, સર્વ જીવોને ખમાવી, દુષ્કૃત ગૃહા અને સુકૃત અનુમોદના કરીને સાગારી અનશન સ્વીકાર્યું અને જ્યાં
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
४८