________________
દસ પ્રકારના વિનય
જૈન દર્શનમાં વિનય મૂલધર્મ કહેવાય છે. વિનયી થવાથી અનેક સગુણોની પ્રાપ્તિ થાય છે. અનાદિકાળથી અજ્ઞાની જીવને અહંતા વળગેલી છે. અહંતા, અજ્ઞાન અને મિથ્યાત્વ એ ત્રણે સહચારી છે. વિનયગુણ એ ત્રણેને અને અન્ય દોષોને દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં નીચે પ્રમાણે દસના વિનય કરવાનું વિધાન છે જેને દર્શન વિનય કહે છે – અરિહંત, સિદ્ધ, ચૈત્ય, આગમ (શ્રુત), ધર્મ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન (ચતુર્વિધ સંઘ), (સમ્યકત્વ) દર્શન. આ દસનો વિનય કરવો.
| વિનય એટલે ભક્તિ કરવી, સન્મુખ જવું, આસન આપવું, આવે ત્યારે ઊભા થઈ આવકાર આપવો, જાય ત્યારે થોડા પગલા પાછળ જવું, અનાદિ યોગ્ય વસ્તુની નિમંત્રણ કરવી વગેરે. આ બાહ્ય ભક્તિ છે. તેમનું બહુમાન કરવું, તેમના પ્રત્યે અત્યંત પ્રીતિ રાખવી, તેમના ગુણોની સ્તુતિ કરવી, મન, વચન અને કાયા દ્વારા કોઈપણ જાતની આશાતના ન કરવી, તેઓ પ્રત્યે પ્રતિકુળ વર્તન ન કરવું આ સર્વ દર્શન વિનય છે. વિનય જેના તરફ કરવામાં આવે છે તેમના ગુણો પ્રત્યે આપણને સંપૂર્ણ બહુમાન છે એટલે તેમના પ્રત્યે પૂજ્યબુદ્ધિ ધારણ કરી તેમનામાં પ્રગટ થયેલા સગુણો આ વિનયગુણથી આપણામાં પ્રગટ થવાની યોગ્યતા કેળવાય છે.
વિનય કરવા યોગ્ય દસ વ્યક્તિ નીચે પ્રમાણે છે – a) અરિહંત - રાગ, દ્વેષ રૂપી અરિ એટલે શત્રુનો સંપૂર્ણપણે નાશ કરી જે વીતરાગ બન્યા છે, પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ જેમણે પ્રકટ કર્યું છે, લોકાલોક પ્રકાશનાર કેવળજ્ઞાનને પ્રકટ કરી જેઓ સર્વજ્ઞ બન્યા છે એટલે સર્વજ્ઞતા, વીતરાગતા પ્રાપ્ત કરી તીર્થકરપણે વિચારે છે, ૩૪ અતિશયોના સ્વામી છે, સમવસરણમાં બેસી ધર્મદેશના આપી આ જગતના જીવોનું કલ્યાણ ઈચ્છે છે, કરે છે, ૧૨ ગુણોથી મુક્ત એવા ભગવંત એ “અરિહંત' છે.
હું ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૫૩