________________
માટે આવેલ હોવાથી એમણે ત્યારે કાંઈ જવાબ ન આપ્યો. એટલે દેવગુપ્ત બ્રાહ્મણ પુત્ર સહિત મુનિ પાસે જઈ પાછો રોગ ઉપશમાવવા માટે ઉપાય પૂછ્યો. મહાત્માએ રોગ દૂર કરવા માટે અહિંસા, સંયમ, તપમય ધર્મ એ જ પરમ ઉપાય છે એમ સમજાવ્યું. આ સાંભળીને દેવગુપ્ત બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યો અને ગૃહસ્થના બાર વ્રત સ્વીકાર્યા. બ્રાહ્મણપુત્ર પણ ધર્મમાં શ્રદ્ધાવાળો બન્યો અને અતિશય શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધર્મનું આચરણ કરે છે. એક વાર ઈદ્રમહારાજાએ પોતાની સભામાં આ બ્રાહ્મણ દંપતિ અને એના પુત્રના ધર્મ પ્રત્યેના અવિચલ રાગની પ્રશંસા કરી.
આ સાંભળી બે અસહિષ્ણુ દેવો વૈદ્યનું રૂપ લઈ તેમની પાસે આવ્યા. અને તેના સ્વજનોને કહ્યું, ‘જો આ રોગોથી પીડિત એવા બાળકને અમે બતાવેલ ઉપચાર કરશો તો તેના રોગ શાંત થઈ જશે.' આ સાંભળી સ્વજનોએ એ વૈદ્યોને (દેવોને) તુરત ઉપાય બતાવવાની વિનંતી કરી. વૈદ્યોએ કહ્યું, ‘દિવસના પ્રથમ પ્રહરે મધનું સેવન કરવું, પાછલા પ્રહરે મદિરાપાન કરવું અને માખણથી મિશ્રિત તથા માંસથી યુક્ત ભોજનનું સેવન રાત્રે કરવું.’ આ પાપકારી ક્રિયાને સાંભળી બ્રાહ્મણપુત્રે કહ્યું,
જીવહિંસાના કારણભૂત આ ઉપચારને હું નહીં કરું. આ ચારે મહાવિગઈઓમાં તે તે વર્ણવાળા અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. એટલે આવી હિંસાકારી પ્રવૃત્તિ કે જે નરકગામી એ હું નહીં કરું. વૈદ્યોએ હજુ તેની પરીક્ષા કરવા માટે કહ્યું, શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે, તેથી સાવધ ક્રિયા દ્વારા પણ તેની સુરક્ષા કરવી જોઈએ. પછીથી તે સાવધસેવનનું પ્રાયશ્ચિત તપ વડે કરી લેવું. દેવોની આ વાત સાંભળીને પણ બ્રાહ્મણપુત્ર, કે તેના માતાપિતા ધર્મથી ચલાયમાન થયા નહીં પરંતુ મેરૂપર્વતની જેમ પોતાના નિશ્ચય પર અડગ રહ્યા. ત્યારે તેની પરમ ધર્મરૂચિ જોઈ દેવોએ વૈદ્યનું રૂપ સંકેલી દીધું અને પોતાનું દેવરૂપ પ્રગટ કર્યું. અને એમની પ્રશંસા કરી કે ઈન્દ્રમહારાજાએ જેવું તમારું ધર્મમાં દૃઢત્વ વર્ણવ્યું હતું તેવું જ છે.” એમ કહી બ્રાહ્મણપુત્રના શરીરને નિરોગી બનાવ્યો, બ્રાહ્મણના ઘરને વિપુલ સંપત્તિથી પૂર્ણ કરીને તે દેવો દેવલોકમાં પોતાના સ્થાને ગયા. આ પ્રસંગ જોઈ એ નગરીનો રાજા અને સ્વજનો પણ ધર્મ પામ્યા. આ બાળક નિરોગી થઈ પોતાના લીધેલા
K ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૫૧