________________
८
સમ્યગ્દર્શનના ૬૭ (ભેદો) બોલો
જો આત્મામાં સમ્યક્ત્વગુણ નિશ્ચયથી પ્રગટ થયો હોય
તો તેનામાં નીચેના ૬૭ સ્થાનો પ્રગટ થાય છે, પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ વખત સમ્યગ્દર્શન ન થયું હોય તો આ ૬૭ સ્થાનો આચરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. એટલે આ ૬૭ સ્થાનો એ સમ્યક્ત્વનું કાર્ય પણ છે અને સમ્યક્ત્વ પ્રાપ્તિનું કારણ પણ છે. આચાર્ય હરિભદ્રસૂરિએ સમ્યક્ત્વ ગુણના આ ૬૭ ગુણને સમજાવતો પ્રાકૃત ભાષામાં પદ્યરૂપે ‘શ્રી સમ્યક્ત્વ સપ્તતિકા’’ નામનો ગ્રંથ લખેલ છે તેના ઉપરથી શ્રી ઉપાધ્યાય યશોવિજયજીએ ‘સમક્તિના સડસઠ બોલની સજ્ઝાય' લખી છે. તેમાં પ્રથમ ઢાળમાં તેઓ કહે છે,
"
ચઉં સહૃણા તિ લિંગ છે, દવિધ વિનય વિચારો રે, ત્રણ શુદ્ધિ, પણ દૂષણ, આઠ પ્રભાવક ધારો રે ।। ૫।।
છંદ
પ્રભાવક અડ, પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણીએ,
ષટ્ જયણા, ષટ્ આગાર, ભાવના છવિહા મન આણીએ; ષટ્ છાણ, સમક્તિ તણા, સડસઠ ભેદ એહ ઉદાર એ, એહનો તત્ત્વ વિચાર કરતા, લહીજે ભવપાર એ ।।૬।। અર્થ : ચાર પ્રકારની શ્રદ્ધા, ત્રણ પ્રકારનું લિંગ અને દસ