________________
રૂપ અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરે. અનિવૃત્તિકરણને પામી અવશ્ય સમ્યગુદર્શન પ્રાપ્ત કરે.
સમ્યગ્ગદર્શન ગુણને પ્રગટાવનારો જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ઉત્તરોત્તર વધતી આત્મવિશુદ્ધિ દ્વારા અને લઘુ કર્મસ્થિતિવાળો બનતા ગ્રંથિદેશે આવે છે. અને પોતાના પુરુષાર્થ દ્વારા અપૂર્વકરણને પેદા કરી તીવ્ર રાગદ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રંથિને ભેદે છે. પણ હજુ સુધી મિથ્યાત્વ મોહનીયનો વિપાકોદય તો ચાલુ જ છે ત્યાં સુધી જીવમાં સમ્યકત્વનો પરિણામ પ્રગટી શકતો નથી. એટલે અપૂર્વકરણ દ્વારા તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રંથિને ભેદનારો જીવ પોતાની એવી અવસ્થાને પેદા કરે છે કે જે અવસ્થામાં એ જીવને કાં તો મિથ્યાત્વ મોહનીયનો સર્વથા ઉદય જ ન હોય, કાં તો મિથ્યાત્વ મોહનીયનો જે વિપાકોદય તે ન હોય. આવી અવસ્થા જીવમાં જે શુભ પરિણામ પ્રગટે તેનાથી જ પ્રાપ્ત થઈ શકે છે. એથી એ પરિણામને જ ‘અનિવૃત્તિકરણ' તરીકે ઓળખવામાં આવે છે. કારણ એ પરિણામને પામેલો જીવ, સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠતો જ નથી. એવા પરિણામનો કાળ જ્ઞાનીઓએ અંતર્મુહૂર્તનો કહ્યો છે. ૩. અનિવૃત્તિકરણના કાળ દરમ્યાન નીચે પ્રકારે પ્રક્રિયા થાય છે - અ) એ અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ મોહનીયના જેટલા દલિયા ઉદયમાં આવે તે બધા દલિયોને ખપાવે છે. બ) અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્ત પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારા મિથ્યાત્વ મોહનીયના જે દલિતોની સ્થિતિને ઘટાડી શકાય તેમ હોય તે દલિકોની સ્થિતિને ઘટાડીને અનિવૃત્તિકરણના કાળમાં જ ઉદયમાં આણી તે દલિકોને ખપાવે છે. ક) પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારા મિથ્યાત્વ મોહનીયના જે દલિકો તેની સ્થિતિને ઘટાડી શકે એવું ન હોય તો એ દલિકોની સ્થિતિને વધારી દે છે જેથી આ અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્ત પછીના અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વના એક પણ દલિકનો ઉદય સંભવિત ન બને. આ મિથ્યાત્વ મોહનીયના દલિકોથી રહિત અંતર્મુહૂર્ત પ્રમાણ
( ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગુદર્શન
૩૫