________________
૩) અભિનિવેશિક મિથ્યાત્વ - વીતરાગ પરમાત્માનો ધર્મ પામી સત્ય જાણવા છતાં પોતાના પક્ષની અસત્યતા સમજીને પણ જે તેને દઢતાપૂર્વક પકડી રાખે તે અસત્ય માર્ગ તેનું પોષણ કરે, તેની પ્રરૂપણા કરે તે અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. આ મિથ્યાત્વના બે પ્રભેદ છે - અ) લૌકિક બ) શાસ્ત્રીય.
અ) લૌકિક - સત્ય-અસત્યના વિવેક વગર દુરાગ્રહથી લોકસંજ્ઞા કે લોકભયથી પ્રવૃત્તિ કરે તે.
બ) શાસ્ત્રીય - શાસ્ત્રોનું રહસ્ય સમજ્યા વગર શાબ્દિક વાતને અસદ્ આગ્રહથી પકડી રાખે તે. ઉદા. જમાલિ આદિ સાતે નિન્તવને આભિનિવેશિક મિથ્યાત્વ હતું. ૪) સાંશયિક મિથ્યાત્વ - શ્રી જિનાગમોમાં વર્ણવેલા તત્ત્વોના સ્વરૂપ સંબંધી સંશય ક૨વો. તેમની સર્વજ્ઞતા, વીતરાગતા આદિમાં સંદેહ ક૨વો તે. દેવ-ગુરુધર્મમાં સંદેહ લાવવો તે. આ મિથ્યાત્વથી બચવા માટે જિનવચનમાં દેઢ શ્રદ્ધા – ‘તમેવ સર્ષ્યા નિશ્ચંદ્ર, નંખ઼િોહિં પંવૈશ્ય' રાખવી. ‘તે જ સાચું અને શંકા વિનાનું છે, જે જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલું છે.’
૫) અનાભોગ મિથ્યાત્વ - અજ્ઞાનના ગાઢ અંધકા૨માં પડેલા જીવોને આ મિથ્યાત્વ હોય છે. એકેંદ્રિયથી માંડીને અસંશી પંચેંદ્રિય સુધીના જીવોને મન ન હોવાથી આ મિથ્યાત્વ સહેજે હોય છે. ક્યારેક કોઈ ભવ્ય જીવ સમક્તિથી પતિત થઈ બે ઈદ્રિયથી અસંશી પંચેંદ્રિયમાં ઉત્પન્ન થાય તે વખતે તેને ‘સાસ્વાદન સમ્યકત્વ' હોય છે. જેની સ્થિતિ માત્ર છ આવલિકા અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. પછી તે નિયમથી મિથ્યાત્વી બને છે. કેટલાક સંશી પંચેંદ્રિય જીવો ‘તત્ત્વ શું અને અતત્ત્વ શું' એવા પ્રકારના અધ્યવસાયોથી રહિત હોય છે. તેવા જીવોને અનાભોગ મિથ્યાત્વ હોય છે.
‘અભવ્યને’ આભિગ્રાહિક અને અનાભોગિક મિથ્યાત્વ જ સંભવે જ્યારે ‘ભવ્ય’ને પાંચે મિથ્યાત્વ હોઈ શકે. પણ એક સમયે એક જ મિથ્યાત્વનો ઉદય હોય, એકી સાથે બે કે પાંચ ન હોય.
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગ્દર્શન
૧૫