________________
આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરની જેમ ગાઢ સંબંધ થવો. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધનના કારણો, હેતુ છે. ૯) મોક્ષ : સંસારી આત્મા સર્વ કર્મોનો ક્ષય કરે છે. શુદ્ધ, નિરંજન, નિરાકાર સ્વરૂપ પ્રાપ્ત કરે છે તે મોક્ષ છે. મોક્ષ થતા જન્મ-મરણ આદિ દુઃખોનો વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી તેમ કર્મરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી. - ઉપરોક્ત નવ પદાર્થમાં જીવ અને અજીવ એ બે મૌલિક તત્ત્વો છે. બંનેનો સ્વભાવ ભિન્ન છે. જીવ (આત્મા) ચેતન, અજર, અમર, અવિનાશી અને ધ્રુવ તત્ત્વ છે. જ્યારે અજીવ (પુદ્ગલ) અચેતન છે. આ રીતે જીવ અને અજીવ પ્રતિપક્ષી છે. (જીવનું તત્ત્વ સમજવા માટે તેના પ્રતિપક્ષી અજીવ (પુદ્ગલ)નું તત્ત્વ સમજવાનું છે. શ્રીમદ્ રાજચંદ્ર એમના પદમાં અજીવ અને જીવ અર્થાત્ જડ અને ચેતનનું સ્વરૂપ સમજાવતા કહે છે - “જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન,
સુપ્રતિતપણે બંને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે. એવી જ રીતે આત્મસિદ્ધિશાસ્ત્રમાં કહે છે - જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ
એકપણું પામે નહીં, જાણે કાળ દ્રયભાવ.'' દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન. તત્ત્વચિંતનમાં આ ભેદવિજ્ઞાન અત્યંત મહત્ત્વનું છે. અનાદિકાળથી આજ સુધી જીવે ભેદવિજ્ઞાન કર્યું નથી એટલે તે કર્મથી બંધાયેલો રહ્યો છે અને બંધાયા કરે છે અને ચોર્યાસીના ચક્કરમાં ફર્યા કરે છે. જે આત્માઓ કર્મોથી મુક્ત થઈ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી છે તે ભેદ વિજ્ઞાનથી થઈ છે. પ્રથમ તો કુદેવની માન્યતા છોડી અરિહંત દેવ આદિની શ્રદ્ધા કરવી જે
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૨૫