________________
અર્થાત્ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. બાકીના ધર્માસ્તિકાય આદિ ચાર અરૂપી છે અર્થાત્ વર્ણ, ગંધસ રસ અને સ્પર્શથી રહિત છે. રૂપી દ્રવ્ય જો સ્થૂળ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઈદ્રિયોથી જાણી શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તો ઈદ્રિયથી જાણી શકાય નહિ. અરૂપી પદાર્થો ઈદ્રિયોથી જાણી શકાય નહિ. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાયક દ્રવ્ય છે, જેમ માછલાને તરવામાં જળ સહાય કરે છે. જ્યારે અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને સ્થિતિમાં સહાય કરે છે. આકાશાસ્તિકાય એ જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ ચાર દ્રવ્યોને અવગાહ આપે છે અર્થાત્ જગ્યા આપે છે. પુદ્ગલ - પુ એટલે પુરણ અને ગલ એટલે ગલન છે જેમાં તે પુદ્ગલ કહેવાય છે. અર્થાત જેમાં અણુઓ આવે છે અને વિખેરાય છે તે પુદ્ગલ દ્રવ્ય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ ચાર એના લક્ષણ છે તેથી રૂપી છે. ૩) પુણ્ય : જીવ જેના વડે સુખી થાય, જે કર્મના ઉદય વડે જીવને સાનુકૂળતા મળે તે પુણ્ય કહેવાય છે. ૪) પાપ ? જીવ જેનાથી દુઃખી થાય, પ્રતિકુળતા મળે તે પાપ કહેવાય છે. ૫) આસ્રવ એટલે કર્મોનું આવવું. આત્મામાં જેનાથી કર્મ આવે તે કર્મ આવવામાં હેતુભૂત જે કારણો તે આસવ છે. તેના ૪૨ ભેદો છે – ૫ ઈદ્રિયો, ૫ અવત, ૪ કષાય, ૩ યોગ અને ૨૫ ક્રિયાઓ એમ કુલ ૪૨ ભેદ. ૬) સંવર : આસવનો નિરોધ અર્થાત્ આત્મામાં આવતા કર્મો જેનાથી રોકાય એ સંવર છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રથી સંવર થાય છે. ૭) નિર્જરા : કર્મોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું અર્થાત્ જૂના બાંધેલા કર્મોનો ક્ષય કરવો એ નિર્જરા છે. જેના માટે તપ એ પ્રધાન કારણ છે. તપ બે પ્રકારના છે - બાહ્ય તપ અને અત્યંતર તપ. આ બંને તપના છ છ પ્રકારો છે. ૮) બંધ : કાશ્મણ વર્ગણા જે આત્મા સાથે ચોંટે અર્થાત્ કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો
૨૪
નવ તત્ત્વ