________________
અર્થ : પાંચમું ક્ષાયિક સમક્તિ છે. તે સંસારમાં ફક્ત એકજ વાર પ્રાપ્ત થાય છે. તેની સ્થિતિ તેત્રીસ સાગરોપમ ઝાઝેરી છે. એવું જિનદેવ કહે છે.
વળી ભેદ જિન મુખ્યથી લછું, પાંચ પ્રકારે સમક્તિ કહું; પ્રથમ ભેદ સમક્તિ મનિ ધરું, જિને કહ્યું તે મુઝ મનિ ખરૂં... ૨૯૦
અર્થ : જિનદેવના મુખેથી કહેવાયેલા સમકિતના પાંચ પ્રકાર કહું છું. સૌ પ્રથમ સમકિતના ભેદ અને જિનેશ્વરના વચનો સત્ય છે, એવી શ્રદ્ધા મનમાં ધારણ કરું છું.
સમકિતના આ પાંચ પ્રકારો ધર્મસંગ્રહણી, સંબોધપ્રકરણ, સમકિત સપ્તતિ આદિ ગ્રંથોમાં દર્શાવેલ છે. ૧) ઔપથમિક સમ્યકત્વ - જીવ જ્યારે પહેલી વાર સમ્યકત્વને પ્રાપ્ત કરે છે ત્યારે પથમિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય આ દર્શન સપ્તકનને ઉપશમાવે કે ઢાંકે તેને ઓપશમિક સમ્યકત્વ કહેવાય છે. અર્થાત્ રજથી ભરેલા અગ્નિની જેમ દર્શન મોહનીયને (મિથ્યાત્વ મોહનીયને) દબાવવાથી (ઉપશમવાથી) આત્મામાં જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે તે ઔપથમિક સમ્યકત્વ કહેવાય છે. આત્માને વળગેલા મિથ્યાત્વના દલિકોનું ઉપશમન થવાથી અર્થાત્ ઉદયમાં આવતા અટકાવવાથી પથમિક સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તે કચરો નીચે બેસી ગયેલા જળ જેવું નિર્મળ હોય છે. તેનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. ૨) ક્ષાયોપથમિક સમ્યકત્વ - આત્માને વળગેલા મિથ્યાત્વના દલિકો અમુક અંશે ઉપશમવાથી અને અમુક અંશે ક્ષય પામવાથી આત્મામાં પ્રગટેલો જે શ્રદ્ધા ગુણ તે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન કહેવાય છે. એટલે દર્શન સપ્તકના સાત પ્રકૃતિનો કંઈક ઉદય આવે તેનો ક્ષય કરે અને સત્તામાં દલિકો છે તેને ઉપશમાવે એમ ક્ષય અને ઉપશમ બંનેથી થયેલ તત્ત્વશ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ તે ક્ષયોપશમ
૩૨
સમ્યગદર્શનના પ્રકારો છે