________________
અહીં વિપરીત' દ્રષ્ટિ એટલે જિનેશ્વર પરમાત્માએ કહેલા ધર્મથી જેની દૃષ્ટિ અવળી છે. મિથ્યાત્વના મુખ્ય બે પ્રકાર છે – ૧. વિપર્યાસાત્મક મિથ્યાત્વ અર્થાત્ જિનવચનથી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વ. ૨. અનધિગમાત્મક મિથ્યાત્વ અર્થાત્ જીવાદિ નવ તત્ત્વોનો બોધ વગરનું “અજ્ઞાનરૂપ મિથ્યાત્વ.' ૧. વિપર્યાસ મિથ્યાત્વનું લક્ષણ -
जो जेण पगारेण, भावो णियओ तमन्नहा जो तु।
मन्नति करेति वदति व, विप्परियासो भवे असो ।। અર્થ : જે ભાવ જે પ્રકારે નિયત હોય છે, એટલે કે પદાર્થનું જે યથાર્થ સ્વરૂપ હોય છે એનાથી બીજા રૂપે એને માનવો, આચરવો કે વર્ણવવો એ વિપર્યાસ મિથ્યાત્વ' છે.
સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્માએ તેમના જ્ઞાનમાં પદાર્થનું સ્વરૂપ જોઈને તે જ પ્રમાણે યથાતથ્ય કહેલા છે, તેથી વિપરીત માનવું, આવા મિથ્યાદષ્ટિને જિનવચનમાં શ્રદ્ધા હોતી નથી. જીવાદિ નવતત્ત્વનું જ્ઞાન હોવા છતાં તેની શ્રદ્ધા હોતી નથી. ૨. અનધિગમાત્મક મિથ્યાત્વનું લક્ષણ -
मिच्छत्तपरिणदप्पा, तिव्व कसाअण सुठ्ठ आविटठो।
जीवं देहं एक्कं, मण्णंतो होई बहिरप्पा ।। અર્થ: ક્રોધ માનાદિ તીવ્ર કષાયરૂપ બની મિથ્યાદૃષ્ટિ દેહ અને આત્માને એક માને છે. તે બહિરાત્મા છે. તે માન્યતા અજ્ઞાનરૂપ મિથ્યાત્વ છે.
બહિરાત્મ દશામાં રહેલા અજ્ઞાની જીવમાં ક્રોધાદિ કષાય ભાવો (ક્રોધ, માન, માયા, લોભ) તીવ્ર હોય છે, અનંતાનુબંધી કષાય હોય છે; આવો અજ્ઞાની જીવ શરીરને જ આત્મા માને છે, જડ (શરીર) અને ચૈતન્ય (આત્મા)નું ભેદવિજ્ઞાન તેને હોતું નથી. શરીર તો નાશ પામવાના સ્વભાવવાળું જડ પુદ્ગલ છે. ને આત્મા
ઊગ્યો મુક્તિનો અરુણોદય... સમ્યગદર્શન
૧૩