________________
મિથ્યાત્વ
સમ્યગુદર્શન જ ભવ્ય જીવોને નિશ્ચયથી મોક્ષનું કારણ છે. અનંતકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોને એમાંથી બહાર કાઢનાર કોઈ છે તો એ છે સમ્યગદર્શન. આપણે એને મોક્ષની ટિકિટ કહી શકીએ, કે એક વખત સમ્યકત્વરૂપી ટિકિટ મળી જાય પછી મોક્ષના સ્ટેશને પહોંચવાનું નક્કી થઈ જાય. આવું અનંત ઉપકારી હોવા છતાં જીવો એને પ્રાપ્ત કરી શકતા નથી. સમ્યગ્દર્શનને પ્રાપ્ત થતા રોકનારું કારણ ક્યું છે? જ્ઞાની બતાવે છે – અનાદિકાળનું મિથ્યાત્વ' એ કારણ છે. તો આ મિથ્યાત્વને દૂર કરવા માટે મિથ્યાત્વના લક્ષણને, એના સ્વરૂપને જાણવું પડશે. કારણ અઢાર પાપસ્થાનકોમાં છેલ્લું પાપસ્થાનક આ મિથ્યાત્વ છે જેને આગળના ૧૭ પાપસ્થાનકનો જનક કહ્યો છે. મિથ્યાત્વનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે -
मिच्छत्तं वेदंतो जीवो, विवरीयो दंसणो होई।
ण य धम्मं रोचेदि हु महुरं पि रसं जहा जरिदो ।।
અર્થ : જે જીવ મિથ્યાત્વથી ઘેરાઈ જાય છે, તેની દૃષ્ટિ (વિપરીત થઈ જાય છે. જેવી રીતે તાવ આવેલા દર્દીને મીઠો રસ પણ ગમતો નથી, તેવી રીતે મિથ્યાષ્ટિને પણ ધર્મ કરવો ગમતો નથી.