________________
પ્રશ્ન) શ્રી સિદ્ધ ભગવંતોનું ધ્યાન કેવા પ્રકારે કરવું જોઈએ? ઉત્તર૦ શ્રી સિદ્ધ પરમાત્માઓનું ધ્યાન ઉદય પામતા સૂર્યના વર્ણ સમાન રક્ત વર્ષે કરવું જોઈએ. પ્રશ્ન નો કાયાવાળું ' એ ત્રીજા પદમાં શ્રી આચાર્યોને નમસ્કાર કરાયો છે. તેમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર૦ “મા” એટલે મર્યાદાએ “વત’ એટલે સેવાય, અર્થાત-શ્રી જિનશાસનના ઉપદેશક હોવાથી તે ઉપદેશની આકાંક્ષા કરનારા આત્માઓ વડે જેઓ વિનયપૂર્વક સેવા કરાય તેઓ આચાર્ય છે. એ સંબંધમાં કહ્યું છે કે
सुत्तत्थविऊलकण-जुत्तो गच्छस्स मेटिमूओ अ ।
गणतत्तिविप्पमुक्के, अत्थं वाएइ आयरिओ ॥१॥ સૂત્ર-અર્થ ઉભયના જાણ, લક્ષણ યુક્ત, ગચ્છના નાયક હોવાથી ગચ્છને માટે મેટિ (સ્થંભ) સમાન અને ગચ્છની તપ્તિ (ચિન્તા)થી સર્વથા વિમુક્ત એવા આચાર્ય “અર્થનો ઉપદેશ આપે છે.” અથવા “ગા' એટલે મર્યાદાએ “વાર એટલે “વિહાર' તે આચાર, તેને પાળવામાં સાધુ તે આચાર્ય, અથવા પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિ આચારને પાળવામાં સાધુ એટલે ચતુર તે આચાર્ય, તથા બીજને તે આચાર પાળવાનો ઉપદેશ આપનારા હોવાથી અને સાધુ પ્રમુખને તે આચાર દેખાડનારા હોવાથી “આચાર્ય છે. એ સંબંધી શ્રી આવશ્યક સૂત્રાન્તર્ગત નમસ્કાર નિર્યુક્તિમાં કહ્યું છે કે
पंचविहं आयारं, आयरमाणा तहा पमासंता ।
आयारं दंसंता, आयरिया तेण वुच्चंति ॥१॥ “પાંચ પ્રકારના આચારને સ્વયં આચરનારા, પ્રયત્નપૂર્વક બીજાની આગળ તે આચારને પ્રકાશ નારા (ઉપદેશનારા) તથા સાધુ પ્રમુખને પાંચ પ્રકારના આચારને દેખાડનારા હોવાથી “આચાર્ય' કહેવાય છે.” અથવા
ગા' એટલે ઈષત (અપરિપૂર્ણ) જે “વર' કહેતાં “ચરણ” (ચારિત્ર) તેને પાળનાર, અર્થાત-યુક્તાયુક્તના વિભાગનું નિરૂપણ કરવામાં અનિપુણ એવા વિનેય (શિષ્ય) પ્રત્યે સાધુ, યથાર્થ શાસ્ત્રાર્થનાં ઉપદેશ દ્વારા ઉપકારક, તે આચાર્ય છે.
ઉક્ત લક્ષણવાળા આચાર્ય નિત્ય અપ્રમત્તપણે ધર્મનો ઉપદેશ આપે છે, વિથાઓના ત્યાગી હોય છે, દેશ-કાલને ઉચિત ભિન્ન ભિન્ન પ્રકારના ઉપાયો દ્વારા શિષ્યોને પ્રવચનનો અભ્યાસ કરાવે છે અને શ્રી તીર્થંકરદેવરૂપી સૂર્ય તથા સામાન્ય કેવળીરૂપી ચંદ્ર શ્રી જૈનશાસનરૂપી ગગનમંડળમાંથી અસ્ત પામી ગયા બાદ, ત્રણ લોકમાં રહેલા પદાર્થોને પ્રકાશિત કરવા માટે જેઓ દીપકની ગરજ સારે છે, તે શ્રી આચાર્ય ભગવંતોને નમસ્કાર કરવાનું સૌભાગ્ય ધન્યપુરુષોને જ પ્રાપ્ત થાય છે. એ સૂરિપુંગવોને કરેલો નમસ્કાર, શીધ્રાતિશીઘ ભવભયનો ક્ષય કરે છે.
પ્રશ્ન :- શ્રી આચાર્ય ભગવંતોનું ધ્યાન કેવી રીતે કરવું? ઉત્તર :- શ્રી આચાર્ય ભગવંતોનું ધ્યાન સુવર્ણના વર્ણ સમાન પીત વર્ણથી કરવું જોઈએ.
પ્રશ્ન :- “નમો ૩ બ્લાયા |’ એ પદથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાય છે, તો શ્રી ઉપાધ્યાય ભગવંતોનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર :- ‘' ઉપસર્ગ સમીપ અર્થમાં છે. જેઓની સમીપમાં રહીને અગર આવીને શિષ્યજન અધ્યયન કરે છે તેઓને ઉપાધ્યાય કહેવાય છે. અથવા જેઓ સમીપમાં રહેલા અગર આવેલા સાધુ આદિ જનોને સિદ્ધાન્તનું અધ્યયન કરાવે છે તે ‘ઉપાધ્યાય' કહેવાય છે. અથવા જેઓના સમીપપણાથી સ્ત્રના અધ્યયન દ્વારા શ્રી જિનપ્રવચનનું અધિક જ્ઞાન તથા સ્મરણ થાય છે તે ઉપાધ્યાય કહેવાય છે. એ સંબંધમાં શ્રી જિનાગમમાં કહ્યું છે કે
નમસ્કારમહામંત્ર આવશયક વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org