Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 533
________________ સઘળું નવકા૨નું ફળ છે એમ જાણી જિનધર્મમાં રક્ત થયેલો રાજા હંમેશાં નવકારનું પઠન કરે છે. ત્યારથી લોક પણ નવકાર ગણવા લાગ્યો છે. આ કહેણી ખોટી નથી કે યથારાના તથા પ્રષ્ના સુમતિના મુખથી આ કથાનક સાંભળી સંતોષ પામેલો રાજપુત્ર કહે છે કે ‘જુઓ ! આ ચોરને પરલોકમાં આ મંત્ર કેવી સુંદર રીતિએ ફળ્યો !' હૂંડિકયક્ષ હવે પરલોકના ફળને દર્શાવતું હું ડિકયક્ષનું દૃષ્ટાંત વર્ણવીએ છીએ. આગળ ચાલતાં રાજસિંહ અને સુમતિ મથુરા નગરીએ પહોંચ્યા. ત્યાં પૂર્વ દિશામાં યક્ષનું મંદિર જોયું. તેની આગળના ભાગમાં ‘શૂળીએ ચડાવેલ ચોર અને તેને અપાતો નમસ્કાર, આવું દૃશ્ય જોવામાં આવ્યું.' આ અદ્ભુત ઘટના જોઈને રાજપુત્ર ત્યાંના પૂજારીને પૂછે છે કે ‘ભાઈ, આ શી બિના છે ?' પૂજારી કહે છે કે— ‘અહીં શત્રુ મર્દન રાજા છે તથા આ નગરમાં જિનદત્ત નામનો શ્રેષ્ઠી છે. તે શ્રાવક છે, દયાળુ છે તથા સત્ત્વશાળી છે. એકવાર અહીં હૂંડિક નામનો કલાબાજ ચોર ચોરી કરવા આવ્યો અને કોઈ શેઠના ઘરમાં ખાતર પાડી ચોરી કરવા ગયો ત્યાં પકડાયો. રાજપુરુષોએ પકડીને રાજાને સોંપ્યો. રાજાએ પણ હુકમ કાઢ્યો કે ‘વિડંબના પમાડીને એને ફાંસીએ લટકાવો.’ રાજપુરુષોએ ચોરે અને ચૌટે જાહેરાત કરીને નાગરિકોને જણાવ્યું કે ‘આ હૂંડિક ચોરે ચોરી કરેલી હોવાથી એને વધનાં સ્થાને પહોંચાડવામાં આવે છે. બીજો પણ જે કોઈ આવો ગુનો કરશે તો તેને પણ તેવી જ શિક્ષા કરવામાં આવશે. કારણ કે આપણો ન્યાયનિષ્ઠ રાજા પોતાનો અપરાધ પણ સહન કરે તેવો નથી. ગધેડા ઉપર બેસાડી, આખા નગરમાં ફેરવી અનેક વિટંબણાઓ પમાડીને તેને ફાંસીના સ્થાને લઈ ગયા અને ફાંસીએ લટકાવ્યો. એ જ વખતે કોણ કોણ એને કઈ કઈ સહાય આપે છે તે જાણવા માટે રાજાએ ત્યાં ચપુરુષોને ગોઠવી દીધા. અતિતાપની પીડાથી તેને બિચારાને તૃષા ખૂબ લાગી હતી. એટલે જે કોઈ પાસે જાય તેની પાસે પાણી માગવા લાગ્યો, પરંતુ રાજાના ભયથી કોઈ એને પાણી સુદ્ધાં આપતું નથી. હવે એ જ માર્ગે થઈને જિનદત્ત શ્રેષ્ઠી આવ્યો. એની પાસે પાણી માગ્યું ત્યારે દયાળુ શ્રેષ્ઠીએ કહ્યું કે ‘હું તને પાણી પાઈશ, પણ તું એકાગ્ર મને નમસ્કારમંત્રને યાદ કર કે જેથી તારી સદ્ગતિ થાય. હિંસા કરનાર, જૂઠ બોલનાર, ચોરી કરનાર, પરસ્ત્રીગમન કરનાર અને બીજાં પણ નિંદનીય મહાપાપોમાં રક્ત તથા આવાં પાપોને પરવશ થઈને જે દુર્ગતિમાં જવાને જ સરજાયેલ છે એવો મનુષ્ય પણ જો આ મહામંત્રને એક છેવટની ઘડીએ પણ સાચા દિલથી સંભારી લે છે તો તે મનુષ્ય સ્વર્ગગામી થાય છે.’ શ્રાવકના વચનથી તે ચોર સર્વ દુઃખને હરનાર તે મહામંત્રને વારંવાર યાદ કરવા લાગ્યો. હવે શ્રાવક ઘેર જઈ પાણી લઈને પાછો ફરે છે, ત્યાં તો ચોર પ્રાણમુક્ત થયો અને મહર્ષિક યક્ષોમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. લોકમાં પણ કહેવાય છે કે ‘અંતે જેવી મતિ તેવી ગતિ.’ આ પછી ચરપુરુષોએ જઈને રાજાને જિનદાસનો વૃત્તાંત જણાવ્યો. એના માટે પણ રાજાએ ફાંસીનો હુકમ કાઢ્યો. રાજપુરુષોએ ગધેડા પર બેસાડી એની વિડંબના કરવાની તૈયારી કરી. ત્યાં તો યક્ષદેવતાએ પોતાના ગુરુની આ દશા જોઈ નગરના લોકોને શિક્ષા કરવા માટે એક પથ્થરની મોટી શિલા બનાવી અને રાજા વગેરે લોકોને ઉદ્દેશીને કહ્યું કે રે અધમ પુરુષો ! આ તમે શું માંડ્યું છે ? કરુણાના સાગર અને મારા સ્વામી શ્રી જિનદત્તની વિડંબના કરી છે તો સમજી લેજો કે તમને સહુને આ શિલાથી ચૂરી નાંખીશ.’ આ સાંભળતાં જ રાજા વગેરે તમામ લોકો એટલા ભયભીત થઈ ગયા કે જેની વિડંબના કરવા ધારી હતી તેની જ પુષ્પાદિકથી પૂજા કરવા લાગી ગયા. મરણનો ભય કોને ન હોય ? નમસ્કાર કરીને વિનંતી કરે છે કે ‘સ્વામિન્ ! અજ્ઞાનથી અમે જે અપરાધ કર્યો તેની ક્ષમા કરો.' યક્ષ કહે છે કે ‘આ શ્રાવકનું તમે બધા શ૨ણું ન. પ્રભાવ ઉપર કથાઓ Jain Education International For Private & Personal Use Only ૪૯૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548