Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 536
________________ હવે એકવાર રાજા માંદો પડ્યો. ત્યારે તેણે પ્રતાપસિંહ નામના પોતાના પુત્રને ગાદીએ બેસાડ્યો અને અંતિમ આરાધના માટે ધર્માચાર્યને બોલાવ્યા. તેમના ચરણોમાં નમસ્કાર કરી હાથ જોડીને કહ્યું કે “ભગવન્! હવે અવસરોચિત કંઈક આદેશ કરો.” ગુરુ કહે છે કે “મહાનુભાવ! સઘળી આશંસા છોડી સમ્યપ્રકારે આરાધના કર. જ્ઞાનાદિ આચારને વિષે લાગેલા અતિચારોનું કથન કર અને પુનઃ વ્રતોચ્ચારણ કર. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ તમામ જીવોની સાથે ક્ષમાપના કરી લે. કોઈની પણ સાથે વેરભાવ રાખીશ નહિ. હિંસા, જૂઠ, ચોરી વગેરે અઢારે પાપોનો ત્યાગ કર. ભૂતકાળમાં પણ જે કાંઈ પાપકાર્યો કર્યાં હોય, તેની આત્મસાક્ષીએ નિંદા કર, વિધિપૂર્વક દાનશીલાદિ જે સુકૃતો કયાં હોય તેની મન-વચન-કાયાથી અનુમોદના કર. અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનપ્રણીતધર્મ એ ચાર શરણ કરવા લાયક છે, તેનું તું શરણું સ્વીકાર. ચારે પ્રકારના આહારનો ત્યાગ કર અને વારંવાર નવકારનું સ્મરણ કર. “કોઈનો નથી અને મારું કોઈ નથી.” આ પ્રમાણેની ભાવના વડે દેહમાં પણ નિર્મમ બની જિનચરણોની સેવાની જ એક આશંસા રાખ. આ પ્રમાણે સમાધિપૂર્વકની આરાધનાથી રાજસિંહ મરીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવેન્દ્ર થયો. રવતી પણ આરાધનાપૂર્વક મરીને તે જ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને તે બન્નેના આત્માઓ મોક્ષસંપત્તિને પામશે. આ પ્રમાણે નમસ્કારના સ્મરણથી ભીલ-ભીલડીને મળેલા દેવ-મનુષ્યનાં સુખ તથા પરંપરાએ મુક્તિનું સુખ અને બીજાં દાંતોમાં પણ જે ફળ બતાવ્યું છે તે વિચારીને હે ભવ્ય જીવો! પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રને તમે નિરન્તર યાદ કરો કે જેથી તમારો ભવભય પણ દૂર થાય. નમસ્કારના પ્રભાવ ઉપર અર્વાચીન પ્રસંગો શીલરક્ષક શ્રી નવકાર રાજકોટનિવાસી એક સુખી ધાર્મિક જૈન પરિવાર લગ્નપ્રસંગે મુંબઈ ગયેલ. મુંબઈથી રાજકોટ તરફ જીપમાં બેસીને પાછા ફરી રહ્યા હતા, જીપમાં ત્રણ બહેનો અને એક ભાઈ હતા. વાપી પાસેના જંગલમાં અચાનક જીપ બગડતાં બહેનો નીચે ઊતરી અને લઘુશંકા ટાળવા થોડે દૂર ગઈ. ત્યાં તો અચાનક શસ્ત્રધારી લૂટારાઓ ત્યાં આવી પહોંચ્યા અને બંદૂકની અણીએ કીમતી આભૂષણોની બેગ આંચકી લીધી. પરંતુ આટલેથી જ તેમને સંતોષ ન થયો. બહેનોનું રૂપ જોઈને તેમની આંખોમાં વિકારરૂપી ચોર પેઠો, એટલે તેમણે પેલા ભાઈને જીપમાંથી નીચે ઊતરી જવા કહ્યું. પેલા ભાઈ કર્તવ્યમૂઢ બની ગયા હતા. ત્યાં તો ત્રણે શ્રાવિકાઓએ એકીસાથે પેલા ભાઈને જોરશોરથી નવકાર ગણવાની પ્રેરણા કરી અને એ ભાઈ તથા ત્રણે બહેનો મોટે અવાજે તાલબદ્ધ રીતે નવકાર ગણવા લાગ્યા. આપત્તિના લીધે સહજપણે નાભિના ઊંડાણમાંથી નીકળતા મહામંત્રના ધ્વનિની કોઈ અકલ્પનીય અસર પેલા લૂંટારાઓ ઉપર થઈ અને તેઓ ભયભીત બનીને આભૂષણોની બેગ પણ ત્યાં જ મૂકીને મુઠ્ઠીઓ વાળીને નાસી છૂટ્યા ! મહાન આપત્તિમાંથી મહામંત્રના પ્રભાવે સૌ આબાદ ઊગરી ગયા, તેથી સદાને માટે નવકારના અનન્ય ઉપાસક બની ગયા. મૃત્યુ મરી ગયું રે લોલ” મુંબઈના એક હાર્ટસ્પેશ્યાલીસ્ટ ડોક્ટરના સગા ભાઈએ લંડનમાં દયનું, ઓપરેશન કરાવ્યું, પરંતુ ઓપરેશન ફેઈલ ગયું. ડોક્ટરોએ તેમને “ક્લીનીકલી ડેડ' અર્થાત્ મૃત્યુ પામેલા જાહેર કર્યા. ત્યાંના રિવાજ ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548