Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 540
________________ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ શ્રી નમસ્કારમહામંત્ર મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી આ વિચારણીય પ્રશ્ન છે કે નમસ્કારમહામંત્રનો મન પર શો પ્રભાવ પડે છે ? આ મન્ત્રને સર્વકાર્યસિદ્ધિપ્રદ કહેવામાં આવ્યો છે, તો આ મંત્રથી આત્મિકશક્તિનો વિકાસ શી રીતે થાય છે ? મનોવિજ્ઞાન માને છે કે માનવની દશ્યક્રિયાઓ તેના ચેતનમનમાં અને અદૃશ્યક્રિયાઓ અચેતનમનમાં થાય છે. મનની આ બન્ને ક્રિયાઓને ‘મનોવૃત્તિ’ કહેવાય છે. સાધારણતઃ ‘મનોવૃત્તિ’ શબ્દ ચેતનમનની ક્રિયાઓ બતાવવા માટે વપરાય છે. પ્રત્યેક મનોવૃત્તિના ત્રણ અંશો છે ઃ જ્ઞાનાત્મક, સંવેદનાત્મક અને ક્રિયાત્મક. આ ત્રણે અંશોને એકબીજાથી છૂટા પાડી શકાય નહિ તેવા છે. માણસને જે કાંઈ જ્ઞાન થાય છે તેની સાથે વેદના અને ક્રિયાત્મકભાવ પણ અનુભવાય છે. જ્ઞાનાત્મકમનોવૃત્તિના સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મરણ, કલ્પના અને વિચાર આ પાંચ ભેદો છે. સંવેદનાત્મકમનોવૃત્તિના સંદેશ, ઉમંગ, સ્થાયીભાવ અને ભાવનાગ્રંથિ, આ ચાર ભેદો છે અને ક્રિયાત્મક મનોવૃત્તિના સહજક્રિયા, મૂલવૃત્તિ, ટેવ, ઈચ્છિતક્રિયા અને ચરિત્ર આ પાંચ ભેદો કરવામાં આવ્યા છે. નમસ્કા૨મહામંત્રના સ્મરણથી જ્ઞાનાત્મકમનોવૃત્તિ ઉત્તેજિત બને છે, તેથી તેની સાથે અભિન્નરૂપથી સંબદ્ધ ‘ઉમંગ’ સંવેદનાત્મકઅનુભૂતિ અને ‘ચરિત્ર’ નામક ક્રિયાત્મકઅનુભૂતિને ઉત્તેજન મળે છે. તાત્પર્ય એ છે કે માનવમગજમાં જ્ઞાનવાહી અને ક્રિયાવાહી એમ બે પ્રકારની નાડીઓ હોય છે. આ બંને નાડીઓનો પરસ્પર સંબંધ હોય છે, પણ એ બંનેનાં કેન્દ્ર જુદાં હોય છે. જ્ઞાનવાહી નાડીઓ અને મગજનું જ્ઞાનકેન્દ્ર માનવના જ્ઞાનવિકાસ માટે અને ક્રિયાવાહી નાડીઓ અને ક્રિયાકેન્દ્ર તેના ચરિત્રના વિકાસ માટે કાર્ય કરે છે. ક્રિયાકેન્દ્ર અને જ્ઞાનકેન્દ્રનો ઘનિષ્ઠસંબંધ હોવાથી નમસ્કા૨મહામંત્રની આરાધના વડે (સ્મરણ અને ચિંતન વડે) જ્ઞાનકેન્દ્ર અને ક્રિયાકેન્દ્રનો સમન્વય થાય છે, તેથી માનવમન સુદૃઢ બને છે અને તેને આત્મિકવિકાસની પ્રેરણા મળે છે મનુષ્યનું ચરિત્ર તેના સ્થાયીભાવોનો સમુચ્ચય માત્ર છે. જે મનુષ્યના સ્થાયીભાવો જેવા પ્રકારના હોય છે તેવા જ પ્રકારનું તેનું ચરિત્ર પણ હોય છે. મનુષ્યનો પરિમાર્જિત અને આદર્શ સ્થાયીભાવ જ હૃદયની અન્યપ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે. જે માણસનો સ્થાયીભાવ સુનિયંત્રિત નથી, અથવા જેના મનમાં ઉચ્ચ આદર્શો પ્રત્યે શ્રદ્ધારૂપ સ્થાયીભાવો ઉદ્દીપિત થયા નથી, તેનું વ્યક્તિત્વ અને ચરિત્ર બંને સારાં હોતા નથી. દૃઢ અને સુંદરચરિત્ર બનાવવા માટે એ આવશ્યક છે કે માણસના મનમાં ઉચ્ચ આદર્શો તરફ શ્રદ્ધાસ્પદ સ્થાયીભાવ હોવો જોઈએ તથા તેના અન્યસ્થાયીભાવો તે (શ્રદ્ધાસ્પદ) સ્થાયીભાવદ્વારા નિયંત્રિત હોવા જોઈએ. સ્થાયીભાવો જ માનવના અનેક પ્રકારના વિચારોના જનક હોય છે. આ સ્થાયીભાવો જ માનવની સમસ્તક્રિયાઓનું સંચાલન કરે છે. ઉચ્ચ આદર્શથી ઉત્પન્ન થતા સ્થાયીભાવો અને વિવેક વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. ક્યારેક ક્યારેક વિવેક વિના જ સ્થાયીભાવો મુજબ જીવનક્રિયાઓ થાય છે. જેમ કે, વિવેક ના કહેતો હોય તોપણ શ્રદ્ધાવશ ધાર્મિક પ્રાચીનકાર્યોમાં પ્રવૃત્તિ થવી, અથવા કોઈની સાથે કલહ થઈ ગયા પછી તેની જુટ્ઠી નિન્દા સાંભળવાની પ્રવૃત્તિ થવી– આવાં કૃત્યોમાં વિવેકનો સાથ નથી હોતો, કેવળ સ્થાયીભાવ જ કાર્ય કરતો હોય છે. વિવેક માનવની ક્રિયાઓને રોકી શકે અથવા વાળી શકે છે. વિવેકમાં તે તે ક્રિયાઓના સંચાલનની શક્તિ નથી. તાત્પર્ય એ છે કે આચરણને પરિમાર્જિત અને વિકસિત કરવા માટે કેવળ વિવેક પ્રાપ્ત કરવો એ જ પૂરતું નથી, સાથેસાથે સ્થાયીભાવોને પણ સુયોગ્ય અને સુદઢ બનાવવા જોઈએ. ૪૯૮ Jain Education International For Private & Personal Use Only ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548