Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 548
________________ જીવનની માર્ગદર્શક મૂડી દેહની અત્યંત અસ્થિરતા અને પારાવાર શારીરિક વેદના વચ્ચે પૂ. પંન્યાસજી મહારાજે તા. 19-10-1977 ના સવારે 11 વાગે પરમોપકારી શ્રી જિનેશ્વર ભગવંતની વાણીને પ્રકાશિત કરી. જેમાં પૂજયશ્રીની નવકાર પ્રત્યેની અવિહડ ભકિતનાં દર્શન થાય છે. (1) સકલ શ્રી સંઘ જેના વડે જીવે છે, તે મહામંત્ર નવકાર અને નવપદ છે. (2) આ મહામંત્ર સકલ સંઘને સહાયક છે, પુણ્યનો ઉત્પાદક છે. આત્મ - ગુણો પ્રગટાવનાર છે. [ આ મહામંત્રના આધારે જ બધા જીવે છે. (3) ત્રણ લોકના આધારભૂત આ મહામંત્રનો મહિમા સર્વત્ર ફેલાયેલો છે, તેના વડે જ આ વિશ્વ ટકી રહ્યું છે. (4) શ્રી નવકાર મહામંત્ર વિજયવંત છે. સકલ સંઘમાં શ્રી નવકાર પરમ આધાર છે. (5) શ્રી નવકારનો વિરાધક આત્મા, તીર્થનો વિરાધક છે. મહાન પાપી છે. આપણાં તીર્થો | તારનારા છે. (6) મૈત્રી આદિ ચાર ભાવનાઓ મહાન છે. (7) શ્રી નવકાર મંત્રના આધારે તીર્થ ટકી રહેલ છે. જે શ્રી નવકારનો વિરોધી છે, તે નાસ્તિક અને તીર્થનો પણ વિરોધી છે. (8) સમગ્ર સંઘને સંઘરૂપે શ્રી નવકાર જ સાચવે છે. નવકાર સિવાય જગતમાં બીજુ કશુંય મહત્ત્વનું નથી. આપણા હૃદયમાં આ ભાવો જીવંત બને. Jain Education International www.anebaty.org

Loading...

Page Navigation
1 ... 546 547 548