Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 539
________________ ગોઠવીને તેમની ઊલટતપાસ કરવાની શરૂઆત કરતા હતા. કસ્ટમવાળાઓની ઊલટતપાસ કરવાની આ રીત અત્યંત કષ્ટદાયક-ત્રાસજનક હોય છે. કલાકો સુધી ઊલટતપાસ ચાલે. વિચિત્ર પ્રકારના મશીનો દ્વારા વેપારીના મગજની ગુપ્ત વાતો તેના જ મુખેથી બોલાવવા માટે અમાનુષી પ્રયોગો કરવામાં આવે અને અનેક અટપટા પ્રશ્નોની ઝડીઓ વરસાવવામાં આવે. આ ભાઈની પણ આવી જ દુર્દશા થવાની શક્યતા હતી, પરંતુ તેમના ધર્મપત્ની પણ એમની સાથે જ ગયાં હતાં. તેઓ અનન્યશ્રદ્ધાથી નવકારમહામંત્ર અને ઉવસગ્ગહર સ્તોત્રનું સ્મરણ કરવા લાગ્યાં. પરિણામે અટપટા પ્રશ્નો પૂછનાર પેલો કસ્ટમ ઓફિસર પણ જે પ્રશ્નો ખાસ પૂછવાના હોય છે તે જ ભૂલી ગયો અને માત્ર સીધા સાદા થોડા પ્રશ્ન પૂછીને અર્ધા કલાકમાં જ તેમને છોડી દીધા તે સાથે સ્વયં કબૂલ કરતાં કહ્યું કે “૧૦ હજાર માણસોમાંથી કોઈ એકાદ માણસ જ આ રીતે છૂટી શકે તેમ તમે છૂટી ગયા છો' એમ કહીને તેમનો પાસપોર્ટ પણ તેમને પાછો આપી દીધો! ઉપરોક્ત પાંચેય ઘટનાઓ નવકાર મહામંત્રના અસીમ અનંતપ્રભાવ તરફ અંગુલિનિર્દેશ કરીને આપણને પણ મહામંત્રના અનન્ય ઉપાસક બનવા માટે ખાસ પ્રેરણા આપી જાય છે. સર્વ જીવો મહામંત્રની સાધના દ્વારા જીવનસાફલ્યને પ્રાપ્ત કરો એ જ મંગલભાવના. પ્રેષક શશિકાંત કે. મહેતા-રાજકોટ I % શાંતિ . નમરકારધર્મની વ્યાખ્યાઓ નમસ્કાર એ ક્ષમાનું બીજું નામ છે. ભૂલ થયા પછી તેને સુધારી લેવા જેટલી નમ્રતા બતાવવી તેનું નામ ક્ષમાપના છે. પોતાથી થયેલી ભૂલની ક્ષમા માગવી અને બીજાથી થયેલી ભૂલની ક્ષમા આપવી એ નમસ્કાર ધર્મની જ આરાધના છે. અહંકાર ઉપકારીઓને ઓળખવા દેતો નથી. તેમ પોતાના અપરાધને સ્વીકારવા પણ દેતો નથી. નમસ્કાર એ જેમ ઉપકારીઓને ભૂલવા દેતો નથી. તેમ પોતાના અપરાધોને પણ ભૂલવા દેતો. નથી. ઉપકારના સ્વીકારની જેમ અપરાધનો સ્વીકાર પણ નમસ્કાર છે. વિષયો પ્રત્યેની નમન શીલતાનો ત્યાગ કરી પરમેષ્ઠિઓ પ્રત્યે નમનશીલતા કેળવવી એ પણ નમસ્કાર ધર્મ છે. બાહ્ય પદાર્થો પ્રત્યે તૃષ્ણાવાળા ન બનવું અને આત્મતૃપ્ત રહેવાનો અભ્યાસ કરવો તે પણ નમસ્કારધર્મ છે. જીવ પોતાને પ્રાપ્ત થયેલ જાતિ, કુળ, રૂપ, બળ લાભ, બુદ્ધિ, વૈભવ, યશ અને શ્રુતાદિ પ્રત્યે નમ્ર છે જ. નમ્રપણે તેના પ્રત્યે આદર, રુચિ બહુમાન બતાવે છે જ. પણ તે નમનશીલતા ધર્મરૂપ નથી. બીજા પ્રત્યે નમ્ર રહેવું તે સાચી નમ્રતા છે. ન. પ્રભાવ ઉપર કથાઓ ૪ ૪૯૭ પS ૪૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548