Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 538
________________ અણી રાખીને ધમકી આપતાં કહ્યું કે ‘અમે ૧૦ સુધી આંકડા બોલીશું, ત્યાં સુધીમાં ઘરમાં જ્યાં પણ પૈસા છુપાવ્યા હોય તે અમારી પાસે રજૂ કરી દો, નહિતર આ છોકરાને હમણાં જ વીંધી નાખશું !’ આ સાંભળતાં જ બધાના જીવ અદ્ધર થઈ ગયા. ખરેખર તેમની પાસે ઘરમાં બીજી રકમ હતી જ નહિ એટલે ક્યાંથી આપી શકે ! આ બાજુ ડાકુઓના સરદારે આંકડા બોલવાની શરૂઆત કરી દીધી. એક... બે... ત્રણ... ચાર...પાંચ...છ...સાત... આ ઘટના બની તેનાથી થોડા મહિના અગાઉ તેઓ મારા સંપર્કમાં આવેલા. મેં તેમને ઘરમાં પંચધાતુના જિનપ્રતિમાજી બિરાજમાન કરવા માટે ખાસ ભલામણ કરી હતી. તથા રોજ એ પ્રભુજી સમક્ષ નવકારમહામંત્ર ગણવાની પણ પ્રેરણા કરી હતી. તે મુજબ તેમણે ઘ૨માં પ્રભુજીને પધરાવેલા અને રોજ તેમની સમક્ષ નવકા૨ ગણતા હતા. એટલે ઉપરોક્ત કટોકટીના પ્રસંગે ઘરના બધા સભ્યો પ્રભુજી સમક્ષ નાભિના ઊંડાણમાંથી જોરજોરથી નવકાર ગણવા લાગ્યા. પેલો ડાકુ આઠ...નવ...બોલીને જ્યાં બંદૂકની ચાંપ દબાવવા જાય છે ત્યાં જ એક અકલ્પનીય ઘટના બની ગઈ ! સાચા લશ્કરના જવાનો ત્યાં આવી પહોંચ્યા અને તે જ ક્ષણે પેલા બધા જ નકલી જવાનો (લૂંટારાઓ)ને ધડાધડ ગોળીઓથી વીંધી નાખ્યા ! અને ઘરના બધા જ સભ્યો આબાદ બચી ગયા ! ત્યારથી માંડીને તે ઘરના બધા જ સભ્યો પ્રભુજીના તથા નવકારના અનન્ય ઉપાસક બની ગયા. ખરેખર, જે અનન્યશરણભાવે નવકારનું શરણું સ્વીકારે છે તેનો વાળ પણ કોઈ વાંકો કરી શકતું નથી. ખજાનાનો રક્ષણહાર : શ્રી નવકાર આ પણ નૈરોબીમાં સપરિવાર વસતા અને મારા પરિચયમાં આવેલા બે સગા જૈનભાઈઓની વાત છે કે જેઓ નવકા૨મહામંત્રનું નિયમિત સ્મરણ કરતા હતા. એક દિવસ સવારના પહોરમાં ૬ વાગ્યે શસ્ત્રધારી ત્રણ ગુંડાઓ તેમના મકાનમાં અચાનક ઘૂસી આવ્યા અને બંદૂકની અણીના જોરે ઘરનાં બધા કબાટની ચાવીઓ આંચકી લીધી. ઘરના ૧૨ સભ્યોને એક રૂમમાં પૂરી દીધા. ફક્ત કબાટ ખોલાવવા માટે એક જ ભાઈને ગુંડાઓએ પોતાની સાથે રાખ્યા. રૂમમાં પૂરાયેલા બધા જ સભ્યો ભાવપૂર્વક નવકાર ગણવા લાગ્યા. ગુંડાઓએ એક કબાટ ખોલવા પ્રયત્ન કર્યો પરંતુ તે ન ખૂલ્યો. એટલે બીજો એક મુખ્ય કબાટ કે જેમાં ૧૦ લાખ રૂ. નાં ઘરેણાં હતાં તેની ચાવી હોવા છતાં પણ તે ખોલાવવાનું ભૂલી ગયા ! અને બીજા કબાટોમાંથી ટેપ વગેરે ૨૫ હજાર જેટલું પરચૂરણ લઈને ચાલ્યા ગયા ! શૂળીની સજા સોયથી પતી જાય તે આનું નામ ! ખરેખર, આંતરખાનાને ખોલવાની માસ્ટરકી સમાન નવકારમહામંત્ર જેમની પાસે હોય તેમના બાહ્યખાનાની પણ રક્ષા થાય તેમાં નવાઈ શી ! કષ્ટનિવારક : શ્રી નવકાર મારા સુપરિચિત એક શ્રાવકને કસ્ટમ ઓફિસવાળા લઈ ગયા અને તેમને વિશિષ્ટપ્રકારના ખાસ ચેમ્બરમાં, ખાસ પ્રકારની યાંત્રિક ખુરસી પર બેસાડીને, તેમની સમક્ષ વિચિત્ર પ્રકારના ઈલેક્ટ્રીક લાઈટના મશીન વગેરે ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548