Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 537
________________ મુજબ જો ઓપરેશન સફળ થાય તો ડોક્ટરો દર્દીના કુટુંબીઓને ખુશખબર આપે, પરંતુ કેસ નિષ્ફળ જાય તો ડોક્ટરો પાછલા દરવાજેથી ચાલ્યા જાય. એ મુજબ ડોક્ટરો કાગળ ઉપર તેમને મૃત્યુ પામેલા જાહેર કરીને પાછલા દરવાજેથી ચાલ્યા ગયા. બે કલાક પસાર થઈ ગયા. કુટુંબીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. ભાઈ ડોક્ટર પણ ગભરાઈ ગયા, કોઇને કાંઈ જવાબ આપી શકતા નથી. ત્યાં તો અચાનક ચમત્કાર સર્જાયો. પેલા દર્દી ભાઈ એકદમ જાગીને બેઠા થઈ ગયા! બધાને ખૂબ આશ્ચર્ય થયું. આસપાસ એકઠા થયેલા લોકોને જોઈને તેમણે પૂછ્યું કે “તમે બધા શા માટે ભેગા થયા છો ?' ત્યારે કોઈએ તેમને કહ્યું કે તમારું હાર્ટનું ઓપરેશન ફેઈલ જતાં ડોક્ટરોએ તમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તો તમે સજીવન શી રીતે થયા? ત્યારે દર્દીએ ખુલાસો કરતાં કહ્યું કે “હું તો માત્ર ગુરુમહારાજને મળવા માટે ભારત ગયો હતો !' મારા ગુરુમહારાજ એટલે બીજા કોઈ નહિ, પરંતુ કલિકાલમાં નવકાર મહામંત્રના અજોડસાધક, પ્રભાવક, અજાતશત્રુ, અધ્યાત્મયોગી પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ. સા. કે જેમણે મારા જેવા અનેક આત્માઓ પર અનંત ઉપકાર કર્યો છે, જે શબ્દોમાં વર્ણવવો અશક્ય છે ! આ દર્દીને તેમની પાસેથી નવકાર શી રીતે મળ્યો તે આપણે જોઈએ. મારા વિદેશપ્રવાસ દરમિયાન નવકાર મહામંત્ર વિષેના મારા વાર્તાલાપથી પ્રભાવિત થઈને તે ભાઈ લંડનમાં મારા પરિચયમાં આવ્યા ત્યારે નવકારમહામંત્રને ગુરુમુખેથી ગ્રહણ કરવા અંગે મેં તેમને પ્રેરણા કરી હતી. તેથી એ ભાઈને પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. ના પવિત્ર મુખેથી નવકારમંત્ર ગ્રહણ કરવાની ભાવના થઈ અને ખાસ ગુરુ મુખે નવકારમંત્ર ગ્રહણ કરવા જ માટે લંડનથી પ્લેન દ્વારા ભારત આવ્યા. ગુરુમુખેથી નવકારમંત્ર ગ્રહણ કર્યા પછી જ અન્ન-પાણી લેવાનો અત્યંત અનુમોદનીય સંકલ્પ તેમણે કર્યો હતો. સવારે ૬-૦૦ વાગ્યે તેઓ મુંબઈ પહોંચ્યા. બે ઠેકાણે પંન્યાસજી મહારાજની તપાસ કરતાં કરતાં યોગાનુયોગ બપોરે ૧૨-૩૦ વાગ્યે વિજય મુહૂર્વે જ તેઓ રાજસ્થાનમાં પિંડવાડા ગામમાં બિરાજમાન પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મ. સા. પાસે પહોંચ્યા. તેમની આવી વિશિષ્ટ તત્પરતા અને પાત્રતા જોઈને પંન્યાસજી મહારાજ સાહેબે પણ તરત ૧૨ નવકાર ગણીને ખૂબ જ ભાવપૂર્વક તેમને ત્રણ વખત મોટેથી નવકાર ઝિલાવ્યો અને વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપી નવકાર મહામંત્રનો નિયમિત જપ કરવાનો ઉપદેશ આપ્યો. ઉપર મુજબ મોતના મુખમાંથી પાછા ફરેલા તે ભાઈ ત્યાર પછી ૧૫ દિવસ સુધી હૉસ્પિટલમાં રહ્યા. તે દરમિયાન ૬૦ જેટલા દર્દીઓનાં ઓપરેશનો થયાં તે બધાં જ સફળ થયાં! કારણ કે ઉપરોક્ત ઘટનાથી પ્રભાવિત થયેલા બધા દર્દીઓના કુટુંબીઓ ઓપરેશન કરાવતાં પહેલાં દર્દીને તેમની પાસે લઈ આવતા, ત્યારે આ ભાઈ પૂજ્યપાદ પંન્યાસજી મહારાજના ફોટા સામે દર્દીને બેસાડીને ત્રણ નવકાર મોટેથી ગણતા. ગુરુમહારાજ પ્રત્યેની તેમની અનન્ય આસ્થાને લીધે બધાં જ ઓપરેશનો સફળ થયાં. આ ભાઈ આજે પણ જીવંત છે ! ખરેખર, મહામંત્ર પ્રત્યેની આસ્થાથી કયું કાર્ય સિદ્ધ થતું નથી એ જ એક સવાલ છે! ભયનું ઉચ્ચાટન-અભયનું ઉદ્ઘાટન કરે શ્રી નવકાર થોડાં વર્ષ પૂર્વે આફ્રિકામાં ત્રણ દિવસ સુધી “કૂપ” (લશ્કરી બળવો) થયો હતો. ત્યારે નૈરોબીમાં લશ્કરના લેબાસમાં ત્રણ ચાર લૂંટારાઓ એક ભાઈના ઘરમાં ઘૂસી ગયા. તેમનું ઘર હીલ સ્ટેશનની બાજુમાં અલાયદા બંગલા તરીકે હતું. બંદૂકધારી લૂંટારાઓએ ઘરના સભ્યો પાસેથી ૨૦ લાખ ની માગણી કરી! તેમણે તે વખતે 5 લાખ રૂપિયા જેટલો માલ લૂંટારાઓને સોંપી દીધો અને બાકીની રકમ બેંકમાં છે એમ જણાવ્યું. પરંતુ લૂંટારાઓને આટલેથી સંતોષ ન થયો. આથી તેમણે તેમના ૨૨ વર્ષના નવયુવાન છોકરાની છાતી પર બંદૂકની નો પ્રભાવ ઉપર કથાઓ ૪૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548