Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 535
________________ રીતે? તે કહે.” ત્યારે રાજપુત્રી કહે છે કે “મારી પૂર્વજન્મની કરણી જે જાણતો હોય તે જ મારો સ્વામી છે. કુમારસ્ત્રી બોલી કે “દમસાર મહર્ષિએ બતાવેલા નમસ્કારનું નિરંતર સ્મરણ કરતાં મરીને તું રાજપુત્રી થઈ છે.” આ સાંભળતાં જ રાજપુત્રી એની સખીને પૂછે છે કે “આ તારી સખી સ્વયં આ વાત જાણે છે કે કોઈની પાસેથી જાણીને મને કહે છે? સખી જણાવે છે કે “આ સ્વયં ભણીને કહે છે અને આ જ તારો પૂર્વ જન્મનો પતિ છે. માટે તો તારું મન આને વિષે ઠરે છે. બીજું એની ચેષ્ટા વગેરે પણ પુરુષને અનુરૂપ હોય એવું લાગે છે. વળી પતિસમાગમથી સ્ત્રીઓમાં જે વિકાર દેખાય તેવા વિકારો તારામાં આના સમાગમથી થતા દેખાય છે, માટે મારું તો માનવું છે કે ચોક્કસ આ જ તારો પૂર્વનો પતિ છે અને કૃત્રિમ સ્ત્રીનું રૂપ લઈને અહીં આવેલ હોય એમ મને લાગે છે.” પછી રનવતીના આગ્રહથી બન્ને કૃત્રિમસ્ત્રીઓએ બીજી ઔષધીનો ઉપયોગ કરી પોતાનું પુરુષસ્વરૂપ પ્રગટ કુમારનું રૂપ જોઈ અત્યંત હર્ષ પામેલી રાજકન્યાએ કહ્યું કે “નાથ! જેમ તમે તમારું રૂપ પ્રગટ કર્યું તેમ કૃપા કરીને તમારું કુળ પણ અમને કહી સંભળાવો.' કુમારની આજ્ઞાથી સુમતિએ સઘળોયે પ્રબંધ કહી સંભળાવ્યો. રાજાએ વૃત્તાંત જાણ્યો અને અત્યન્ત હર્ષથી પોતાની પુત્રી રાજકુમારને આપી તથા ભક્તિથી હાથી, ઘોડા વગેરે પણ આપ્યું. રાજસિંહ ભાગ્યથી પ્રાપ્ત થયેલાં ઉત્તમકોટિનાં ભોગસુખ ભોગવવા લાગ્યો. એના પિતાને આ વાતની ખબર પડતાં દૂત દ્વારા લેખ મોકલીને જણાવ્યું કે શ્રી મણિમંદિર નગરથી રાજા રાજમૃગાંક, કુમાર રાજસિંહને સ્નેહ અને ઉત્કંઠાપૂર્વક જણાવે છે કે “અમે ક્ષેમકુશળ છીએ પરંતુ તારો વિરહ અમોને સાલે છે. તારા દર્શન માટે અમે ઝંખીએ છીએ. વળી અમારી વૃદ્ધાવસ્થા છે અને વ્રત લેવાની અમારી મનોકામના છે, તો તું જલદી આવીને રાજ્યનો સ્વીકાર કર.' કુમારને પણ પિતાને મળવાની ઉત્કંઠા થઈ. તેથી તે પારાજા પાસેથી વિદાય લઈ ચતુરંગીસેના સાથે પોતાના નગર ભણી ચાલ્યો. રનવતીની સાથે હાથી પર બેસીને નગરમાં પ્રવેશ કર્યો. ભક્તિથી માતાપિતાનાં ચરણોમાં નમસ્કાર કર્યો. પિતાએ આશીર્વાદ આપ્યો અને વિચાર કર્યો કે “પુત્રને રાજગાદીએ બેસાડીને હું હવે ધર્મનો આશ્રય કરું.” એટલામાં ઉદ્યાનપાલ આવી નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરે છે કે “રાજન ! ઉદ્યાનમાં આચાર્ય ગુણસાગરસૂરિજી પધાર્યા છે.' તે સાંભળી રાજા આનંદ પામી વિચારે છે કે “મારું કેવું અહોભાગ્ય કે યોગ્ય અવસરે જ ગુમહારાજ પણ પધાર્યા. પછી રાજસિંહને ગાદીએ બેસાડ્યો. વાચકોને દાન આપ્યું, જિનમંદિરમાં જઈ પૂજા કરી, પછી હાથી પર બેસીને રાજસિંહની સાથે ગુરુસમીપે ગયા. ગુરુને નમસ્કાર કરીને વિનંતી કરી કે “ભગવન્! કૃપા કરી મને દીક્ષારૂપી નૌકા આપો અને આ ભયાનકભવસમુદ્રથી તારો.” ગુરુએ વિધિપૂર્વક વ્રતો આપ્યાં. રાજર્ષિ પણ તપ તપીને સદ્ગતિ પામ્યા. રાજસિંહ અને રત્નાવતી રાણીએ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થધર્મ અંગીકાર કર્યો. પછી ગુરુને નમસ્કાર કરી રાજા પોતાને સ્થાને ગયો અને આચાર્ય મહારાજ પોતાના પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા. રાજસિંહે ચિરકાળ સુધી રાજ્યનું પાલન કર્યું. નમસ્કારના પ્રભાવથી બળવાન દુશ્મન રાજાઓ પણ વશ થઈ ગયા. તેણે પોતાના સમસ્ત રાજ્યની ભૂમિને ચૈત્યોથી વિભૂષિત કરી. ન. પ્રભાવ ઉપર કથાઓ ૪૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548