Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 534
________________ સ્વીકારો અને પૂર્વ દિશામાં મારું મંદિર કરાવો. પછી રાજાએ ગંધહસ્તી ઉપર શ્રેષ્ઠીને બેસાડીને નગરમાં પ્રવેશ કરાવ્યો અને વારંવાર પોતાની ભૂલની માફી માગી, તથા શ્રાવકના પ્રતિમા સહિત ફંડિકયક્ષનું મંદિર બંધાવ્યું. આ સાંભળી હર્ષ પામેલો રાજપુત્ર પોતાના મિત્રને કહે છે કે નમસ્કારના સ્મરણથી આ ચોર પણ મહર્ધિક યક્ષ થયો, તેમ હું પણ પૂર્વે ભીલ હતો અને પરમેષ્ઠિમંત્રના પ્રતાપે આજ રાજકુળનાં સુખ ભોગવું છું.” રાજપુત્રની આ વાત સાંભળીને સુમતિ પૂછે છે કે “આપ વળી ભીલ શી રીતે હતા?' કુમાર પોતાનો પૂર્વભવ કહી સંભળાવે છે, ત્યારે આશ્ચર્ય પામેલો સુમતિ કહે છે કે “અરે ! મને તો લાગે છે કે તમે તમારા પૂર્વજન્મની પત્ની રત્નપતીને પરણવા જ નીકળ્યા છો. પરંતુ તે તો પુરુષમાત્રની દ્રષિણી છે, એટલે એને જોવી પણ અશક્ય છે, તો પછી વાતચીતનો પ્રસંગ તો મળે જ શાનો?' કુમાર કહે છે કે “મિત્ર! આવી ચિંતા શા માટે કરવી? કેમ કે જેની ચિંતવના પણ ન કરી હોય તેવાં કાર્યો પણ વિધિ પાર પાડી આપે છે અને પુરુષે ગમે તેટલું ધાર્યું હોય પણ વિધિ વિપરીત હોય તો એક પણ કામ પાર પડતું નથી.' કુમાર પોતાના મિત્ર સહિત તે નગરથી આગળ ચાલ્યો. કેટલીકવારે કોઈ એક સરોવરે પહોંચ્યા. તાપ ખૂબ પડતો હતો. ઉપરાંત રસ્તાનો થાક પણ લાગેલો એટલે કુમારને ઘણી જ તૃષા લાગી હતી. સરોવરના કિનારે સ્નાનાદિ કરીને રાજપુત્ર વિશ્રાંતિ લેવા માટે ક્ષણવારને માટે એક વૃક્ષ નીચે સૂઈ ગયો. સુમતિ આસપાસની લતાઓમાંથી પુષ્પો એકઠાં કરવા ગયો, તેટલામાં તેણે આકાશમાર્ગે આવતા કોઈ વિદ્યાધરને જોયો. દેવકુમાર જેવા કુમારને જોઈને વિદ્યાધરને ચિંતા થઈ કે “મારી પાછળ આવતી મારી સ્ત્રી આ કુમારને જોઈને જરૂર તેના ઉપર રાગવાળી થશે.' આ ચિંતાથી તેણે લતામાંથી અમુક ઔષધી ગ્રહણ કરી, તેને ઘસ કુમારના ઉપર છાંટી કે તરત જ કુમાર સ્ત્રીસ્વરૂપ થઈ ગયો. વિદ્યાધરના ગયા બાદ તરત જ એની સ્ત્રી એ માર્ગે આવી પહોંચી. સ્ત્રીના સ્વરૂપમાં કુમારને જોઈને તેને ચિંતા થઈ કે આ સ્ત્રીને જોઈને મારો પતિ આનામાં આસક્ત થશે.' આ વિચારથી તેણે બીજી ઔષધી છાંટીને કુમારને ફરીથી પુરુષ બનાવી દીધો. સુમતિ લતાઓની મધ્યે રહ્યો થકો આ બધું જોઈ રહ્યો હતો. કુમાર જાગ્યો એટલે એને બને ઔષધીઓ બતાવી અને તેની શું અસર નીપજે છે વગેરે વૃત્તાંત કહ્યો. પછી આગળ ચાલતાં તેઓ પદ્મપુર નગરે પહોંચ્યા. ત્યાંના સુવર્ણમય જિનાલયમાં બન્ને જણ સ્ત્રીનું રૂપ લઈને ગયા. રત્નાવતી પણ સ્ત્રીઓના પરિવારની સાથે તે જ સમયે ત્યાં આવી પહોંચી. પુષ્પચંદનાદિથી પ્રભુપૂજા કરીને પાછી ફરતી રાજપુત્રીએ દેવાંગના જેવી કુમારસ્ત્રીને જોઈ અને જોતાં જ હર્ષ પામીને પૂછ્યું કે “તું ક્યાંથી આવી છે?' મિત્ર સ્ત્રીએ કહ્યું કે “મારી સખી અન્ય સ્થાનેથી અહીં આવી છે.” ફરી રત્નાવતી કહે છે કે “તારી સખીને જોતાં જ મને અપૂર્વ આનંદ થાય છે. ઉલ્લાસ થાય છે તો તમે બન્ને મારે ઘેર પધારો. બન્ને કૃત્રિમ સ્ત્રીઓ ત્યાં ગઈ અને ઘણી વખત ત્યાં રહી. પ્રસંગ પામીને એકવાર કુમારસ્ત્રીઓ રાજપુત્રીને કહ્યું કે “હજી તારા પૂર્વભવના પતિ ભીલનો પત્તો લાગી શક્યો નથી અને અનુપમપતિ વિના ગમે તેવી રૂપસંપન્ન અને મનોહર કન્યા પણ શોભા પામતી નથી, માટે હવે તો કોઈ યોગ્ય રાજકુમારને પસંદ કરીને તું લગ્ન કરી લે તો ઠીક થાય.” રત્નાવતીએ કહ્યું કે “મારા પૂર્વભવના પતિ સિવાય દેવેન્દ્રને પણ હું વરવાની નથી.” કુમારસ્ત્રી કહે છે કે “જે એમ છે તો અરણ્યમાં રહેલા માલતીના પુષ્પની માફક ભોગ વિનાનું તારું યૌવન નિષ્ફળ છે. રાજપુત્રી કહે છે કે “પતિ કરવાનો છે તે ચિત્તની શાંતિ માટે કરવાનો છે અને તે શાંતિ મને તારાથી જ મળી રહે છે, તો મારે હવે બીજા કોઈનું કામ નથી. કુમારસ્ત્રી પૂછે છે કે તારા પૂર્વપતિને ઓળખવો શી ૪૯૨ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548