Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 531
________________ ત્યાં રહી થકી શ્રીમતી ઘરનાં સઘળાંયે કાર્યો સુઘડતાપૂર્વક કરે છે, પરંતુ પરમ શ્રાવિકા હોવાથી પોતાના ધર્મને જરા પણ ચૂકતી નથી. તેની નણંદ વગેરે સઘળાયે લોક ધર્મના દ્વેષથી ડગલે ને પગલે તેના ઉપર ગુસ્સો કરે છે, તો પણ પોતાના જ કર્મના વૈચિત્ર્યને ચિંતવતી શ્રીમતી ધર્મથી જરા પણ ચલચિત્ત થતી નથી. દષ્ટિરાગને લઈને તેનો પતિ પણ ધીમેધીમે તેના ઉપર વિરાગી થયો. અન્ય સ્ત્રીને પરણવાની અભિલાષાથી આને મારી નાખવાની યોજના પણ ઘડી. ઘરના અંદરના ભાગમાં એક અંધારી ઓરડીમાં ઘડામાં સર્પ રાખીને ઘડો ઢાંકી દીધો. પછી શ્રીમતીને આદેશ કર્યો કે “ઓરડામાં ઢાંકેલા ઘડામાંથી મને પુષ્પો લાવી આપ.” પતિનો આદેશ પામતાં જ શ્રીમતી નવકાર ગણતી ગણતી ઘરના અંદરના ભાગમાં ગઈ. દયમાં નવકારને સ્થાપવાથી ગાઢ અંધકારમાં પણ તેણીને ભય ન લાગ્યો. ઢાંકણ આવું કરીને ઘડામાં હાથ નાખ્યો. નમસ્કારના પ્રભાવથી તુષ્ટ થયેલી શાસનદેવીએ સાપને ખસેડી ઘડામાં સુગંધી પુષ્પો ગોઠવી દીધાં હતાં. તે પુષ્પો લઈને તેણીએ પોતાના પતિને સોંપ્યાં. ચકિત થયેલા તેણે ત્યાં જઈને જોયું તો સાપ તો હતો જ નહીં, પણ ઘડામાંથી દિવ્ય સુગંધ ફેલાતી હતી. હર્ષ પામેલા તેણે સહુને બોલાવી આ હકીકત જણાવી અને શ્રીમતીના પગમાં પડી વારંવાર પોતાના અપરાધની માફી માગી. શ્રીમતી સમજાવે છે કે હું એટલું ઇચ્છું છું કે તમે મારા કહેવાથી આત્મહિતને સાધો.” પછી ઉપશાન્ત થયેલા તેને શ્રીમતીએ અરિહંતપ્રભુનો ધર્મ સંભળાવ્યો, કર્મની લઘુતાથી તે બોધ પામ્યો. સદ્ધર્મની પ્રાપ્તિથી કુટુંબ પણ સંતોષ પામ્યું અને તેના હર્ષથી હે રાજપુત્ર ! આ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. સુશ્રાવિકાનું આ અદ્ભુત ચરિત્ર સાંભળી અત્યન્ત હર્ષ પામેલો રાજપુત્ર પોતાના મિત્ર સુમતિને કહે છે કે “મિત્ર ! આ લોકમાં પણ નમસ્કારનું ફળ કેટલું મોટું છે! ધન, યશ, સુખ વગેરે તમામ સુંદર સામગ્રી એના પ્રભાવથી જ મળી શકે છે !' જિનદાસ રાજસિંહ અને તેનો મિત્ર પોતનપુર નગરથી આગળ ચાલતાં ધીમેધીમે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા આખા નગરને આનંદકલ્લોલ કરતું જોઈને વિસ્મય પામેલા રાજકુમારે કોઈ એક નાગરિકને નગરના હર્ષનું કારણ પૂછ્યું. નાગરિક કહે છે કે આ નગરમાં બલ નામનો બળવાન રાજા છે. એકવાર અત્યન્ત વૃષ્ટિ થવાથી નદીમાં મોટું પૂર આવ્યું. લોકો તે જોવા આવ્યા. એમાં એક હોશિયાર કોટવાળ પૂરમાં તણાતા મોટા બીરાને જોઈને નદીમાં પડ્યો અને બીજોરું લઈને રાજને સોંપ્યું. એનો વર્ણ, એની ગંધ તથા એનો સ્વાદ જોઇને રાજ ખુશ થઈ ગયો અને કોટવાળનો સત્કાર કરીને તેને પૂછ્યું કે “તેં આ ક્યાંથી મેળવ્યું?' તેણે કહ્યું કે “નદીના પૂરમાંથી' ત્યારે રાજાએ પણ એનું મૂળ શોધી કાઢવાનો આદેશ કર્યો. તેની શોધ માટે નદીના કિનારે કિનારે ચાલતાં તે વન સુધી પહોંચી ગયો. વનમાં જવા તૈયાર થાય છે, ત્યાં પાસે રહેલા ગોવાળિયાઓ કહે છે “ભાઈ, જે કોઈ અહીંથી ફળ લઈ જાય છે, તે અવશ્ય મૃત્યુ પામે છે, માટે ફળની લાલચ રાખીશ નહીં.' તેણે તો ખાલી હાથે પાછા ફરીને રાજાને હકીકત જણાવી. ફળની લાલસાને આધીન થયેલો રાજા પણ મર્યાદા મૂકીને કહે છે કે “તારે વારાફરતી એકેક માણસને મોકલીને હંમેશને માટે મારા વાસ્તે એક બીજોરું મંગાવવું.' નગરના તમામ લોકોના નામની પત્રિકા લખીને કોટવાળે ઘડામાં નંખાવી અને હંમેશાં કુમારી કન્યા મારફત ચિઠ્ઠી કઢાવે છે. જેના નામની ચિઠ્ઠી નીકળે તેને વનમાં મોકલી તેના દ્વારા એ બીજોરું મંગાવે છે. પછી તે જનારો તો બિચારો મરણ જ પામે છે. આમ રોજ એકએક માણસને મરવું પડે છે, આથી લોકો ત્રાસી ગયા. ન. પ્રભાવ ઉપર કથાઓ ૪૮૯ LIST Dir figrati Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548