Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 529
________________ કલાઓ નિષ્ફળ જાય છે.' આ સાંભળતાં જ કમાર ચિંતામાં પડી ગયો કે “પિતાજીએ આવો આદેશ કેમ કર્યો ?' ત્યારે તેનો મિત્ર સુમતિ આવીને બધી હકીકત જણાવે છે. કુમાર તેને કહે છે કે પિતાજીની આજ્ઞાનું પાલન મારે માટે દુષ્કર છે, કારણ કે પદ્મરાજાની પુત્રીને જોવાની મને ઘણી જ ઉત્કંઠા છે. બીજી વાત એ છે કે દેશાન્તર વિના પુણ્યની પરીક્ષા, ગુણોની પ્રાપ્તિ, ભાષામાં કુશળતા આ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકતી નથી. માટે તે મિત્ર ! મારે તો દેશાટન કરવું છે.” સુમતિ કહે છે કે “જો એમ જ છે તો તમે ખુશીથી પર્યટન કરો, હું તમને આ કામમાં બનતી સહાય આપીશ.” આ પ્રમાણે મંત્રણા કરી રાજપુત્ર અને મંત્રીપુત્ર બન્ને જણ સજ્જ થઈ રાત્રિના સમયે નગર બહાર નીકળી પડ્યા. કેટલેક દૂર ગયા બાદ અરણ્યમાં કોઈ એક પુરુષનો કરુણ સ્વર સાંભળવામાં આવ્યો. તે સાંભળતાં જ હાથમાં તલવાર લઈને કુમાર તે તરફ ગયો. ત્યાં તો કાખમાં કોઈ પુરુષને દબાવીને સામો આવતો સાક્ષાત્ એક રાક્ષસ જોવામાં આવ્યો. કુમાર એને સમજાવે છે કે “ભાઈ ! આ નિર્દોષનરને તું છોડી દે. એણે તારું શું બગાડ્યું છે તે કહે તો ખરો.” રાક્ષસ પણ કહે છે “આ માણસ મને વશ કરવા ઈચ્છતો હતો, પરન્તુ સાત દિવસ થયા હું ભૂખની પીડા ભોગવી રહ્યો છું. મેં એની પાસે માંસ માગ્યું પણ તે આપી શક્યો નહીં, માટે મેં એને પકડી લીધો છે. તો બોલ કે હવે હું મારું ભક્ષ્ય શી રીતે જતું કરું ?' રાજસિંહ કહે છે કે “તું આ પુરુષને છોડી દે અને બદલામાં તારી મરજી મુજબ હું તને માંસ આપીશ.' રાક્ષસે માણસને છોડી દીધો અને કુમાર પાસે માંસ માંગે છે. સત્ત્વશાળી કુમાર પોતાના જ અંગમાંથી માંસ કાપીને આપવા જાય છે ત્યાં તો આનંદમાં આવીને રાક્ષસ કહે છે કે “બસ, કુમાર ! તારા સત્ત્વથી હું સંતુષ્ટ થયો છું. હવે તારી ઇચ્છા મુજબ વર માગ.' કુમારને તો માણસને બચાવવા સિવાય બીજું પ્રયોજન હતું નહીં, એટલે કશું જ માગ્યું નહીં. તોપણ દેવનું દર્શન નિષ્ફળ ન હોય એ વિચારથી તેને ચિંતામણિ આપીને રાક્ષસ અંતર્ધાન થઈ ગયો. કુમાર પાછો ફર્યો અને પોતાના મિત્રની પાસે આવીને રાત્રિનો તમામ વૃત્તાંત કહી બતાવ્યો. પછી બન્ને જણ આગળ ચાલ્યા. કેટલેક કાળે રત્નપુર પહોંચ્યા. ત્યાં તેઓએ એક સુવર્ણમય જિનાલય જોયું. તેમાં રત્નની બનાવેલી જિનપ્રતિમા હતી. ભક્તિથી જેનાં રોમાંચ ખડાં થઈ ગયાં છે, એવા કુમારે તે પ્રતિમાને નમસ્કાર કરી સ્તવના કરી. પછી ચૈત્યને નિહાળતાં ચમત્કાર પામેલો કુમાર ત્યાંના કોઈ એક પૂજારીને પૂછે છે કે “આ મંદિર કોણે બંધાવ્યું છે ?' પૂજારી કહે છે, સાંભળોશિવકુમાર અહિયાં યશોભદ્ર નામનો શ્રેષ્ઠી થઈ ગયો. તે ઉત્તમ શ્રાવક હતો. શિવ નામનો તેને એક પુત્ર હતો, પરંતુ તે જુગાર વગેરે વ્યસનોમાં લંપટ હતો. તેના પિતા તેને ખૂબ ખૂબ શિખામણ આપે છે, તોપણ તે ધર્મ નથી કરતો. એકવાર તેના પિતાએ હિતશિક્ષા આપતાં કહ્યું કે “બીજું તો કાંઈ નહીં પણ જ્યારે તારા ઉપર કોઈ ભયંકર આફત આવી ચડે ત્યારે તું પંચપરમેષ્ઠિનમસ્કાર યાદ કરજે, તો તારી આફત ટળી જશે.” પિતાના આગ્રહથી તેણે આ વાત સ્વીકારી. તેનો પિતા પણ આરાધનાપૂર્વક મરીને દેવ થયો. હવે દારુડીઆ, જુગારીઓ વગેરે દુષ્ટપુરુષોના સંસર્ગથી શિવ પોતાની તમામ સંપત્તિ ગુમાવી બેઠો. ધન વિના તે કોઈ સ્થાને આદરસત્કાર પણ પામ્યો નહીં. કોઈ તેના સામું પણ જોતું નથી. નિસ્તેજ એવા શિવને જોઈને કોઈ એક ત્રિદંડી જાણે દયાથી ઉભરાતો હોય તેમ તેના દુઃખનું કારણ પૂછવા લાગ્યો. ત્યારે શિવે પોતાની નિર્ધનતાનું દુઃખ તેની આગળ રજૂ કર્યું. પરિવ્રાજક (ત્રિદંડી) કહે છે ન.પ્રભાવ ઉપર કથાઓ ४८७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548