Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 528
________________ લેવા બેઠો. ત્યાં આવેલા કોઈ વટેમાર્ગુને જોઈને કુમાર પૂછે છે કે “ભાઈ તું ક્યાંથી આવે છે? ક્યાં જવું છે ? અને કોઈ સ્થળે તે કાંઈ અભુત બિના જોઈ છે ખરી ?' મુસાફર કુમારને નમસ્કાર કરી પાસે બેસીને કહે છે કે “કુમાર, સાંભળો-પદ્મપુર નામના નગરથી હું આવું છું અને પુંડરીક ગણધરના નિર્વાણથી પવિત્ર થયેલું તથા જ્યાં અનેક જિનેશ્વરોએ સ્પર્શના કરેલી છે, જ્યાં અસંખ્ય મહર્ષિઓ સિદ્ધિ પામ્યા છે તથા જે સર્વતીર્થોમાં આદિ તીર્થ છે, તે શ્રી શત્રુંજ્ય નામના તીર્થને નમસ્કાર કરવાને હું જાઉં છું. જે કાંઈ આશ્ચર્યકારી બિના મેં જોઈ છે તે આ પ્રમાણે છે : પદ્મપુર નગરમાં પા નામનો પ્રતાપશાળી રાજા છે. હંસી નામની તેની રાણી છે તેને રત્નાવતી નામની સ્ત્રીઓને વિષે રત્ન જેવી પુત્રી છે. બુદ્ધિબળથી તે કન્યા સઘળીએ કળાઓ સુખપૂર્વક ભણી ગઈ અને ક્રમે કરી યૌવનવયને પામી. વિવાહને લાયક હોવાથી રાણીએ તેણીને રાજા પાસે મોકલી. રાજકન્યા પણ પિતાનાં ચરણોને નમસ્કાર કરીને પાસે બેઠી. અતિશય રૂપસંપન્ન એવી તેણીને જોઈને રાજા મંત્રીને કહે છે કે “આ કન્યાના રૂપને યોગ્ય એવો કોઈ વર હશે કે નહીં એની મને શંકા પડે છે.” મંત્રી કહે છે કે “એના પુણ્યથી યોગ્ય વર પણ હોવો જોઈએ અને એનું પુણ્ય જ તેની યોજના કરી આપશે.” એટલામાં કોઈ એક નટ આવી રાજાસમક્ષ સંગીત કરવા લાગ્યો. ભીલના વેષમાં નૃત્ય કરતા એવા આ નટને જોઈને રાજપુત્રી ક્ષણવારમાં મૂચ્છ પામી. પિતાએ સ્વસ્થ કરી ત્યારે તે કન્યા કહે છે કે-“આજે મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. પૂર્વે હું ભીલડી હતી અને પ્રાણથી પણ પ્રિય એવો ભીલ મારો પતિ હતો. અત્યારે પણ જે એ જ પતિ મળે તો હું પરણું, તે સિવાય મારે અન્યને પરણવું નથી.' આ વાત સાંભળતાં કુમાર રાજસિંહ કંઈક મૂચ્છ પામ્યો, જાતિસ્મરણ પામ્યો અને શીતળ વાયુથી સ્વસ્થ થયો. પૂર્વજન્મની પોતાની સ્ત્રી પ્રત્યે પરમ પ્રીતિ થઈ અને મુસાફરને પૂછે છે કે “પછી શું થયું ?' મુસાફર કહે છે કે પોતાની પુત્રીની પ્રતિજ્ઞા સાંભળીને પધરાજા ચિંતામાં પડી ગયો કે “આ કન્યાનો પૂર્વજન્મનો પતિ શી રીતિએ જાણવો ?' આ વૃત્તાંત સાંભળીને અનેક રાજપુત્રો દૂરદૂરથી આવીને કહી ગયા કે –“અમે પૂર્વે ભીલ હતા.' પરંતુ રાજપુત્રી પૂછે છે કે જો તમે પૂર્વજન્મમાં ભીલ હતા તો એવું કયું પુણ્ય કર્યું કે જેથી અહીં તમે આટલી સમૃદ્ધિ પામ્યા ?' આ પ્રશ્નનો ઉત્તર નહી આપી શકવાથી રાજપુત્રીને ખાત્રી થઈ કે “આ બધા જૂઠું બોલનારા અને સ્વાર્થી છે.' તેથી તેણી પુરુષમાત્ર પ્રત્યે દ્વેષભાવવાળી બની છે. હવે તે કન્યા કોઈ પણ પુરુષનો સમાગમ કરતી નથી, ફક્ત સ્ત્રીઓના પરિવારમાં જ રહે છે. વિધાતાએ તમને પુરુષરત્ન બનાવેલ છે અને તેણીને સ્ત્રીરત્ન બનાવેલ છે. જો તમારા બન્નનો સંયોગ થાય તો વિધાતાનો પરિશ્રમ સફળ થાય.” મુસાફરની આ અદ્ભુત વાત સાંભળી સંતોષ પામેલા કુમારે પોતાના અંગ પર રહેલાં આભૂષણો તેને ભેટ આપી વિદાય કર્યો. હવે કુમાર રાજપુત્રી રત્નાવતીને જોવા માટે ચિંતામાં પડ્યો છે. બીજી બાજુથી નગરના લોકો ખાનગીમાં રાજા પાસે એ ફરિયાદ લઈ ગયા કે-“આ કુમાર નગરમાં જ્યાં જ્યાં ફરે છે ત્યાંત્યાં એના રૂપથી મોહિત થઈને નગરની સ્ત્રીઓ મોટાં કામોને પણ પડતાં મૂકીને અને બચ્ચાંઓને પણ રડતાં મૂકીને એની પૂંઠે દોડે છે. માટે હે રાજન્ ! ગમે તે રીતિએ એને નગરમાં ફરતો અટકાવો.' આ ફરિયાદ સાંભળીને પ્રજાવત્સલ રાજાએ દ્વારપાળદ્વારા એ કુમારને કહેવરાવ્યું કે-કલાનો અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી તમારે આવાસમાં જ રહેવું કારણ કે બાહ્યપરિભ્રમણ કરનારની સઘળીએ IN ૪૮૬ છે રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548