Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
શાલnt © નમસ્કારના પ્રભાવ ઉપર કથાઓ વાલા
ભીલ-ભીલડી
પુષ્કરાર્ધદ્વીપના ભરતક્ષેત્રમાં સિદ્ધાવટ નામનું સમૃદ્ધ ગામ છે. કષાયના તાપથી તપેલા લોકોને શાંત કરતા એવા સુવ્રત નામના આચાર્ય એક વખત ત્યાં પધાર્યા. તે વખતે વરસાદ શરૂ થઈ ગયો અને પૃથ્વી પાણીથી ભરાઈ ગઈ. ભૂમિને અંકુરાવાળી તથા ત્રસજીવોથી વ્યાપ્ત થયેલી જોઈને આચાર્યે સાધુઓને કહ્યું કે
મુનિવરોને માટે વિહાર કરવો હવે ઉચિત નથી.'
આમ કહીને તેઓએ પોતાના પરિવાર સાથે ગામમાં પ્રવેશ કર્યો. ગામના મુખીને વસતિદાનનું ફળ સમાવી વસતિની યાચના કરી ત્યાં રહ્યા, તેમાં કેટલાક મહર્ષિઓ મહિનાના, કેટલાક બે મહિનાના, કેટલાક ત્રણ મહિનાના અને કેટલાક ચાર મહિનાના ઉપવાસ કરીને રહ્યા.
તેમાંથી દુર્જય એવા કામનું પણ દમન કરનારા દસાર નામના મહામુનિ ગુરુની અનુજ્ઞા મેળવી સમીપની ગુફામાં પધાર્યા. સ્થિરમનવાળા તેઓએ આહાર વિના સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર થઈને સમગ્ર ચાતુર્માસી તે ગુફામાં પૂરી કરી.
ત્યાં આગળ આમતેમ ભમતા એક ભીલ-ભીલડીનું યુગલ આવી પહોંચ્યું અને ઋષિના દર્શનથી તેમનું પાપ ક્ષણવારમાં નાશ પામ્યું. ઉચિત ઉપદેશને આપનારા મુનિએ યુગલને યોગ્ય જાણી, તેમને પરમેષ્ઠિનમસ્કારનો પાઠ બતાવ્યો. ભીલ-ભીલડી સરળભાવે નમસ્કારનું પઠન કરે છે. પરોપકારપરાયણ સાધુ ફરીથી તેઓને કહે છે કે
આ પંચનમસ્કારમંત્ર એ પરમ મંગળ છે અને સર્વપાપને હરનાર એવા આ મંત્રનું તમારે હંમેશાં ત્રિકાલધ્યાન ધરવું.
તેઓએ તે પ્રમાણે કર્યું અને વર્ષાકાળ પૂરો થયા બાદ મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. હવે આ યુગલ હંમેશાં નમસ્કારનો પાઠ કરે છે અને મુનિના ઉપકારને યાદ કરતાં ક્રમે કરીને મૃત્યુ પામ્યું. રાજસિંહ-રત્નાવતી.
આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મણિમંદિર નામનું નગર છે કે જ્યાંનાં લોકો દાન આપવાના વ્યસની છે, અકાર્ય કરવામાં ડરપોક છે, ગુણગ્રહણ કરવામાં અસંતોષી છે, પારકું ધનહરણ કરવામાં પાંગળા છે, પરસ્ત્રીદર્શનમાં અંધ છે અને પારકા દોષો કહેવામાં મૂંગા છે.
ત્યાં રાજમૃગાંક નામનો રાજ છે. તેને અતિશય સૌંદર્યવાળી વિજ્યા નામની રાણી છે. તેણીની કુક્ષિમાં ભીલનો જીવ અવતાર પામ્યો ત્યારે તેના પિતાએ તેનો જન્મોત્સવ કર્યો અને રાજસિંહ એવું તેનું નામ પાડ્યું. ઘણી જ સહેલાઈથી બુદ્ધિશાળી એવા તેણે ગુરુની પાસેથી બહોંતેર કળાઓ ગ્રહણ કરી. અતિસાર મંત્રીનો સુમતિ નામનો મહિમાન પુત્ર તેનો મિત્ર થયો. અત્યંત રૂપસંપન્ન અને લાવણ્યથી ભરપૂર એવો કુમાર ક્રમે કરીને યૌવનવયને પામ્યો. માર્ગમાં ચાલતાં કુમારના રૂપથી ખેંચાઈને યુવતી સ્ત્રીઓ ધારીધારીને તેને જોવા લાગી. પરંતુ સદાચારી કુમાર લેશમાત્ર પણ તે સ્ત્રીઓ પર મન રાખતો નથી. એક વખતે કુમાર પોતાના મિત્રની સાથે બહાર ગયો અને ઘોડાઓને ખેલાવીને વૃક્ષ નીચે વિશ્રાંતિ ન પ્રભાવ ઉપર કથાઓ
છે ૪૮૫ વર્ષ
૪૮૫
GR GAR
ક કરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548