Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 502
________________ જે મુગ્ધબુદ્ધિવાળાને પાંચ છ સાધુઓની સાથે વસવામાં પણ ગ્લાનિ થાય છે, તેને અનંતસિદ્ધોની સાથે રહેવાની અભિલાષા શી રીતે થાય ? રત્નત્રયીની સાધનામાં રાગાદિ દોષોનો એટલો બધો ઉપદ્રવ છે કે એકાકીપણે ક્ષેમકુશળતા રહેતી નથી. એકાકીને સુકૃતનો ઉલ્લાસ રહેતો નથી, તેના કોઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી, તો પછી મોક્ષની પ્રાપ્તિ તો હોય જ ક્યાંથી ? શ્લેષ્મવાળાને સાકર તથા જ્વરવાળાને સ્નિગ્ધભોજન જેમ ઉચિત ગણાતું નથી, તેમ યતિમાં એકાકીપણું ઉચિત ગણાતું નથી. એકલો માણસ ચોર જેવો લાગે છે, બે માણસો ધૂર્ત જેવા લાગે છે, ત્રણ માણસો વિશ્વાસનું સ્થાન બને છે અને અનેક માણસોનો સમૂહ રાજાની જેમ શોભે છે. જિન પ્રત્યેકબુદ્ધ આદિના દૃષ્ટાંતથી એકાકી થવું નહિ, કેમ કે ચર્મચક્ષુવાળાઓએ જ્ઞાનચક્ષુવાળાઓની સાથે સ્પર્ધા કરવી યોગ્ય નથી. અથવા તો ચાતુર્ગતિકસંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીઓને પુણ્યપાપનો સાથ હોવાથી તેમનામાં એકાકીપણું ઘટતું જ નથી. આહારાદિ સંજ્ઞાઓ, દુષ્ટલેશ્યાઓ અને વિકથાઓ જેમના અંતઃકરણને નિરંતર ચપળ બનાવે છે, તેમને એકાકીપણું કઈ રીતિએ ઘટી શકે ? ડાકણ જેવી અવિરતિનો જેને સદાનો પ્રેમ છે, તેને એકાકીપણું કેમ હોય ? જેની પાંચે ઇન્દ્રિયો અગ્નિની માફક દેહને નિરંતર બાળે છે, તે એકાકી કેમ હોય ? દૂધ દૂધની સાથે, પાણી પાણીની સાથે, દીવો દીવાની સાથે અને અમૃત અમૃતની સાથે જેમ મળી જાય છે, તેમ મુનિ મુનિની સાથે ભળી જઈ એકપણાને પામે છે. કષાયો જેને ક્ષણવાર મૂકતા નથી, મન, વચન, કાયાના દુષ્ટ વ્યાપારો જ્યાં ભ્રષ્ટ ક૨વાને તૈયાર રહે છે, ત્યાં એકાકીપણું સુખ શી રીતિએ આપે ? જેના પ્રમાદ, મિથ્યાત્વ તથા રાગાદિ દોષો, ખરાબ પાડોશીની માફક છલને જ જોયા કરે છે, તેને એકાકીપણામાં સુખ ક્યાંથી હોય? આ દોષોથી મુક્ત પુરુષ, સમૂહમાં વસે તોપણ નગ૨માં વસનારા પરદેશીની માફક એકાકી જ છે. આ દોષોથી સહિત યોગી ફોગટ એકાકીપણું અંગીકાર કરે છે, કારણ કે એવી રીતે તો વંઠ, શઠ, ચોર, જાર વગેરે પુરુષો પણ એકલા જ ભમતા હોય છે. પુણ્યપાપના ક્ષયથી પરમાત્માપણાને પામેલા આત્માઓમાં જ કેવળ એકાકીપણું છે. અથવા તો જિનવચનમાં સર્વથા વિધિ-નિષેધ છે જ નહિ. તેથી મુનિસત્તમો લાભ-હાનિનો વિચાર કરીને જ પ્રવર્તે છે. સાધુઓ હોમ ક૨તા નથી, દાન દેતા નથી, તપ તપતા નથી, જય જપતા નથી, ક્રિયા કરતા નથી, છતાં આશ્ચર્યની વાત છે કે તેઓ પરમપદની સાધના કરે છે. મનોહ૨ગીત, મનોહ૨૨સ, મનોહરગંધ, દિવ્યતળાઈઓનો સ્પર્શ તથા દેવાંગનાઓનાં રૂપ આ પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી પણ જે મુનિઓ આકર્ષાતા નથી તે મુનિઓ નિરંજન છે. “નમો છોડ્ સવ્વસાહૂણં ।' પંચમપદના નવ અક્ષરો એવા મને ધર્મને વિષે નવો નવો ભાવ આપો. ૪૦ Jain Education International ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548