Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 511
________________ કર્મબાંધીયા તે કીસ્સા છે ? જ્ઞાનાવરણ પાંચ ભેદે, તેની ઉત્કૃષ્ટી સ્થિતિ ૩૦ કોડોકોડી સાગરોપમપ્રમાણ, જિસ્સું ચક્ષુ આગળ પડ, તીસ્યું જ્ઞાનાવ૨ણીય કર્મ પહેલું જાણવું. બીજા દર્શનાવરણીયકર્મના નવ ભેદ, ૩૦ કોડાકોડી સાગર ઉત્કૃષ્ટસ્થિતિ, પ્રતિહાર સરીખું, ત્રીજું વેદનીયકર્મ, તેના બે ભેદ, ૨૦ (૩૦) કોડાકોડી સાગરસ્થિતિ, મધુલિપ્ત ખડગધારાસદશ જાણવું, ચોથું મોહનીયકર્મ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ, તેના ૨૮ ભેદ, મદિરા સરીખું જીવને પરાભવે, પાંચમું આયુકર્મ ચિહું ભેદે, તેની તેત્રીસ સાગરપ્રમાસ્થિતિ હડિસમાન. છઠ્ઠુ નામકર્મ, તેહના ૧૦૩ ભેદ, ૨૦ કોડાકોડી સાગરપ્રમાણસ્થિતિ, ચિત્ર (કાર) સમાન સાતમું ગોત્રકર્મ, તેના બે ભેદ, ૨૦ કોડાકોડી સાગરપ્રમાણ સ્થિતિ, કુંભકાર સરીખું. આઠમું અંતરાયકર્મ ૩૦ કોડાકોડી સાગર પ્રમાણ સ્થિતિ, તેના પાંચ ભેદ, ભંડા૨ી સરીખું, એવા કર્મ સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત, તે કર્મની પ્રકૃતિ કેટલી ? બંધ ઉદય, ઉદીરણા, સત્તા તે ચિહું પ્રકારે છે, તે પ્રકારે ૧૫૮ પ્રકૃતિના બંધ સબલ તે પાપ જીવને પોહતે છે, તે સઘળાંય પાપનો ફેડણહાર છે, એ પદની પાખંડી જમણા કાન પાછલ કોટ વચ્ચે પીલી-નીલી કાંતિધરતા ધ્યાઈએ. વળી એવા પંચપરમેષ્ઠિ કીસ્યું વર્તે ? 'मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं' । સર્વમાંગલિકમાંહી પ્રથમમાંગલિક છે. તે માંગલિક ઘણાં બોલાય, દધિ, દૂર્વા, સિદ્ધાર્થ, અક્ષત, વિવાહઉત્સવપ્રકરણ, બિંબપ્રતિષ્ઠા, પ્રાસાદ, સાધુ, સાધર્મિક-વાત્સલ્ય, સંઘવીપદ, એહવા માંગલિકમાંહી શ્રી નવકાર ઉત્કૃષ્ટ માંગલિક છે, એ પાંખડી ડાબા કાન પાછળ કોટ વચ્ચે નીલીકાલી કાંતિ ધરતા ધ્યાઇએ. જિમ પર્વતમાંહી મેરુપર્વત, ગજેન્દ્રમાંહી ભદ્રજાતીય, સમુદ્રમાંહી સ્વયંભૂરમણસમુદ્ર, દેવમાંહી શ્રી વીતરાગદેવ, ગ્રહગણમાંહી ચન્દ્રમા, સરોવરમાંહી માનસરોવર, સર્વ આભરણમાંહી મુકુટ પ્રધાન, અનેક તીર્થમાંહી શ્રી સિદ્ધક્ષેત્ર, વૃક્ષમાંહી કલ્પવૃક્ષ, કુસુમમાંહી ચંપક, સ્ત્રીમાંહી રંભા, વાજિંત્ર માહીં ભંભા, પર્વમાંહી શ્રી પર્યુષણાપર્વ, વ્રતમાંહી શીલવ્રત, રસમાંહી અમૃત, તિમ મંત્રમાંહી નવકારમંત્ર, રાજાધિરાજ, જેહને પ્રભાવે શાકિની, ડાકિની, ભૂત પ્રેત, પિશાચ, ઝાર્ટિંગ, મોગા, વ્યંતર, યક્ષ, રાક્ષસ, સિંહ, વ્યાઘ્ર, અષ્ટાપદ, સર્પ પ્રમુખનો ભય ફિટે, અગ્નિના, ઠાકુરના, વૈરીના, ઈહલોકનાભય, પરલોકે નરકના, નિગોદના, તિર્યંચના દુઃખ હીનજાતિ, હીનકુળ, દારિદ્રય,દૌર્ભાગ્ય, સર્વ રોગનો શમાવણહાર, સમસ્તવાંછિત, રાજઋદ્ધિ, ભોગસંયોગ, પરિવાર, ધનધાન્યની પ્રાપ્તિ જે મંત્રથી હોય, જે વાંછે તે પામે, એ પાંખડી કાલી-રાતી કાંતિ-ધરતી દીપે. શ્રી નવકાર નવપદ, આઠ સંપદ, અડસઠ અક્ષરપ્રમાણ તેમાંહી ૭ અક્ષર ભારે, ૬૧ અક્ષર હળવા જાણવા, ઈસ્યા શ્રી પંચપરમેષ્ઠિમહામંત્રમાંહી આકાશગામિની વિદ્યા, સુવર્ણસિદ્ધિ, રૂપસિદ્ધિ, રસસિદ્ધિ છે, ઈસ્યુ અષ્ટદલકમલ મન-વન-કાય-સહિતભાવે એક નવકાર ગુણે, લાખ નવકાર ગુણ્યાનું ફલ પામે, ઈસ્યો શ્રી પંચપરમેષ્ઠિમહામંત્રનવકા૨ જે જીવ સમ૨ઈ, ધ્યાયઈ, ચિંતવઈ, સદૈવ નિરંતર આરાધઈ, તે જીવ સંસારમાંહી ન ભમઈ અને સકલવાંછિત સિદ્ધિ ફળ પામઈ. ઇતિ શ્રી નવકારમહામંત્રબાલાવબોધ સમાપ્ત. વિ. સં. ૧૭૨૮ વર્ષે ચૈત્ર સુદી ૮ ભોમે લીકૃિત-ગણિ તિલકવિજય વાચનાર્થ, શુભં ભવતુશ્રી સંઘસ્ય, ચિરં જયતુ ઇદં પુસ્તકં ‘શ્રી શંખેશ્વરપાર્શ્વનાથપ્રસાદાત્ જિનપ્રસાદાચ્ચ' લેખક-પાઠક્યો શ્રી છ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ।। શ્રી નમસ્કારનો બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only ૪૬૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548